• Gujarati News
  • Informed The Ministry Of Post 36 Lakh Cheating Surat

મકાન બનાવવા પોસ્ટ ખાતાના કર્મીએ ૩૬ લાખની ઠગાઈ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિ‌ધરપુરા પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવતા એક કર્મચારીએ અંગત સ્વાર્થ માટે પોસ્ટ ઓફિસના જ લાખો રૂપિયાની છેતરપીંડી કરીને પલાયન થઇ જતાં પોલિસે ગુનો નોંધી ચક્રો ગતીમાન કર્યા છે.પોલિસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિ‌તી અનુસાર મહિ‌ધરપુરા પોલિસ સ્ટેશનની બાજુમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે હેડ માસ્ટર તરીકે ફરજ બજાવતાં ભાઇલાલ મગન ડંગવાલા(રહે.૧૪બી, લાભેશ પાર્ક સોસ, બારડોલી)એ મહિ‌ધરપુરા પોલિસમાં ફરીયાદ નોંધાવી હતી કે,

તેમની પોસ્ટ ઓફિસમા ટ્રેઝરર તરીકે કામ કરતાં બળવંત જેરામ પટેલ(રહે.ગજ્જરવાડ, અઠવાલાઇન્સ)એ પોસ્ટ ઓફિસમાં જમા થયેલ રૂ.૩૬.૬૧ લાખ જે જીલ્લા તિજોરી ખાતે જમા કરાવવાના હતા તે તેમણે પોતાનું ઘર બનાવવા માટે બારોબાર સગેવગે કરી લીધા હતા અને પોતાના અંગત કામ માટે ખર્ચી કાઢયા હતાં જેથી પોસ્ટ ઓફિસના હેડ માસ્ટર પર જીલ્લા તીજોરીમાંથી પૈસા જમા કરાવવા માટે ફોન આવતાં આખી ઘટના સામે આવી હતી. હાલ મહિ‌ધપુરા પોલિસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.