તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંગાધરાના બે કોમ્પલેક્સનું ગેરકાયદે બાંધકામ તોડી પાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગંગાધરાના બે કોમ્પલેક્સનું ગેરકાયદે બાંધકામ તોડી પાડો
- હાઈવે માર્જિન, કોમનપ્લોટ અને પ્લાન મુજબનું બાંધકામ ન કરાતાં થયેલી ફરિયાદ, જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ


ગંગાધરા ખાતે હાઈવે નજીક આવેલ બ્લોક નં ૧પ૨વાળી જમીનમાં બિલ્ડર દ્વારા નારાયણ ચેમ્બર તથા સવિતા બા કોમ્પલેક્સના નામે શોપિંગ સેન્ટરો ઊભા કરી દેવાયા છે. આ શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન રોડ માર્જિન તેમજ કોમનપ્લોટ અને ગૌચરની જમીનમાં દબાણ સહિ‌તના પ્લાન્ટ નકશા મુજબ બાંધકામ ન થયું હોવાની ફરિયાદને આધારે સુનાવણી થઈ હતી. જેમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ સુરત જિલ્લા વિકાસ અધિકારીએ ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો હુકમ કરતાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે બ્લોક નં ૧પ૨ વાળી જમીનમાં આશાબહેન કિશોરભાઈ પારેખ નામના બિલ્ડર દ્વારા સવિતા કોમ્પલેક્સ અને નારાયણ ચેમ્બર નામના બે શોપિંગ સેન્ટરો બનાવાયા છે. શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન સ્ટેટ હાઈવેની મધ્યરેખાથી ૪૦ મીટર દૂર બાંધકામ હોવું જોઈએ તે નિયમનું ઉલ્લંઘન કર્યુ છે. આ ઉપરાંત કોમન પ્લોટમાં પણ બાંધકામ કરાયું છે.

આ ઉપરાંત બિનખેતીની પરવાનગી આપ્યા બાદ પ્લાન્ટ અને હુકમ નીતિ નિયમનો ભંગ કરી ગેરકાયદે બાંધકામ કરાયું છે. આ બાબતે કારેલી ગામના રહીશ કનકસિંહ એમ. બારડે સંબંધિત કચેરીને ફરિયાદ કરી હતી. તે આધારે સુરત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પલસાણા તાલુકા વિકાસ અધિકારીને તપાસસોંપી રિપોર્ટ સબમીટ કરવા જણાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જમીનમાં બિનઅધિકૃત બાંધકામ થયું છે. સરકારી જમીનમાં દબાણ થયું હોવાનું જણાયું હતું. આ બાંધકામમાં અન્ય નીતિ નિયમમાં ભંગ થયો હોવાનું જણાઈ આવતાં તાલુકા વિકાસ અધિકારીએ વિગતવારનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો હતો.

આ આધારે જિલ્લા વિકાસ અધિકારીએ સુનાવણી હાથ ધર્યા બાદ પલસાણા તાલુકા વિકાસ અધિકારીને નારાયણ ચેમ્બર અને સવિતા ચેમ્બરમાં થયેલું ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો હુકમ કર્યો હતો. જે હુકમને આધારે તાલુકા વિકાસ અધિકારીએ કારેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને પોલીસ બંદોબસ્ત સાથે બંને કોમ્પલેક્સનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાની સૂચના આપી હતી. કારેલી ગામના તલાટી કમ મંત્રીએ બિલ્ડરને ૧પ દિવસની અંદર બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા માટે નોટિસ ફટકારી છે. આમ કરવામાં કસુરવાર જણાશે. ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો