ઘારી-ખમણનું 'છૂપા રૂસ્તમ’ હવે સુરતની હોટલ્સમાં સર્વ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘારી-ખમણનું 'છૂપા રૂસ્તમ’ હવે સુરતની હોટલ્સમાં સર્વ કરાશે

'છૂપા રૂસ્તમ- મીઠ્ઠી પણ છે, ચટપટી પણ છે અને ક્રન્ચી પણ છે...અને હું આ રેસિપીને સુરતની હોટેલમાં ઇન્ટ્રોડયુસ કરી રહી છું.’ હોટલ કન્સલ્ટન્સીના બિઝનેસ સાથે જોડાયેલા સ્નેહા ઠક્કરે આ વાત શેર કરી. એક્ચુઅલી, બુધવારે સિટીમાં યોજાયેલા એક કુકિંગ શોમાં જાણીતા શેફ હરપાલ સિંહને સિટી ભાસ્કરે સુરતની આઇડેન્ડિટી કહી શકાય એવી ઘારી, ખમણ અને ભૂંસું ટેસ્ટ કરાવ્યા હતા.

હરપાલસિંહને આ વાનગીઓમાંથી એક નવી જ ડિશ તૈયાર કરવાની ચેલેન્જ આપી હતી. તેમણે આ બધી જ વાનગીનો ઉપયોગ કરીને છૂપા રૂસ્તમ નામની એક ડિલીશિયસ ડિશ રેડી કરી હતી. સિટી ભાસ્કરમાં રેસિપી પબ્લિશ થઇ એ પછી કેટલીક મહિ‌લાઓએ તો સવારના બ્રેકફાસ્ટમાં જ આ ડિશ ટ્રાય કરી હતી. જ્યારે હોટેલ કન્સલ્ટન્સીના બિઝનેસ સાથે જોડાયેલા સ્નેહા ઠક્કર તો સિટીની હોટલ્સના મેન્યુમાં છુપા રૂસ્તમને ઇન્ટ્રોડયુસ કરવાનો પ્લાન કરી રહ્યા છે.

હોટલના મેન્યુકાર્ડમાં છૂપા રૂસ્તમ એડ કરીશ
સિટી ભાસ્કરે જ્યારે હરપાલસિંહને ચેલેન્જ આપી ત્યારે હું એ શોમાં હાજર હતી. હરપાલે આ ડિશ બનાવી અને મને ટેમ્પટેશન થયું. હું કુંકિંગ ક્લાસીસ ચલાઉં છું અને હોટલ કન્સલ્ટન્સી સાથે જોડાયેલી છું. ઘારી અને ભૂંસાનું કોમ્બિનેશન આપણે કરીએ જ છીએ. સુરતની ઓળખ સાથે જોડાયેલી એક નવી જ ડિલિશિયસ ડિશ રેડી થઇ છે ત્યારે હું હોટેલિયન્સ માટે આ ડિશનો ડેમો રાખીશ અને ટૂંક સમયમાં જ આ છૂપા રૂસ્તમને હોટલના મેન્યુકાર્ડમાં એન્ટ્રી અપાવી દઇશ.
- સ્નેહા ઠક્કર, કુકિંગ એક્સપર્ટ

આ વિષય પર વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો...