• Gujarati News
  • Horse Show Will Be Value More Than 20 Million Horses In Surat Latest News

અશ્વ શોમાં આવશે 20 લાખથી વધારે કિંમતના ઘોડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-અશ્વ શોના છેલ્લા દિવસે સુરતીઓ મનગમતા ઘોડા ખરીદી પણ શકશે

સુરત:ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા રાજગરી ગામ, હજીરા ખાતે ત્રિદિવસીય મેગા અશ્વશોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત, રાજસ્થાન તેમજ નાસિકથી 350 થી વધુ ઘોડાઓ ભાગ લેશે.આ અશ્વ-શો 16 ફેબ્રુઆરી થી 17મી ફેબ્રુઆરી સુધી યોજાશે. જેમાં પહેલા બે દિવસ વિવિધ અશ્વ સ્પર્ધાઓ યોજાશે જ્યારે ત્રીજા દિવસે એક ખાસ અશ્વ શો યોજાશે, જેમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્ર માંથી મારવાડી, કાઠિયાવાડી, સિંધી તેમજ થૌરો જેવા ઘોડાઓનું પ્રદર્શન થશે.આ અશ્વ-શોમાં ઘોડાઓનું વેચાણ પણ કરવામાં આવશે.

આ રીતે નક્કી થશે ઘોડાના ભાવ

-બ્રીડ : સૌથી પહેલા ઘોડો કઈ બ્રીડનો છે અને કેટલો તંદુરસ્ત છે, એ ચેક કરાશે. તેના કાન, નાક, બોડી શેપ, પગ, બોડી લાઈન, હાઈટ, બાળભ્રમરી, પીઠ અને ખૂબસુરતીની ચકાસણી કરવામાં આવશે.
-હિસ્ટ્રી : ઘોડાનો ઈતિહાસ પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘોડો કોઈ રાજવી પરિવારનો કે સેલિબ્રીટીનો હોય અથવા કોઈ ઐતિહાસિક ઘટના સાથે જોડાયેલો હોય તો એની કિંમત વધી જાય છે.
-ઘોડાની ઉંમર : પાંચ વર્ષથી દસ વર્ષની ઉંમર સુધીના ઘોડાની કિંમત વધારે આવે છે.
-ઘોડાની ચાલ : ઘોડાની ચાલ પણ એક અગત્યનો ભાગ હોય છે. જેમાં તેની રુઢકી, સાગમ, રવાલ અને દોડ ચેક કરીને ઘોડાની કિંમત નક્કી કરાય છે.
-દોડ : ઘોડાની બ્રીડ પ્રમાણે એની દોડવાની સ્પીડ પરથી પણ એની કિંમત નક્કી કરવામાં આવે છે.
આ રીતે ખરીદી શકાશે ઘોડો
અશ્વ શો ઓપન હશે. જેમાં 350 થી વધુ ઘોડાઓ પ્રદર્શનમાં આવશે. આ ઘોડાઓમાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી, પોની તેમજ થોરો બ્રીડના ઘોડાઓ હશે. ઘોડાના બાયરે પોતાની પસંદ મુજબના ઘોડા લેવા માટે જે-તે ઘોડાના ઓનરને સંપર્ક કરવાનો રહેશે. સ્થળ પર જ ઘોડાની બ્રીડ ચકાસણી તેમજ હિસ્ટ્રી, તંદુરસ્તી જેવા પાસાને ચેક કરીને ઘોડાની કિંમત નક્કી કરવામાં આવશે. આ અશ્વ-શોમાં 20 લાખથી પણ વધુ કિંમતના ઘોડાઓ આવશે.