તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૨.૮૦ લાખના હાઈમાસ્ટથી બાજીપુરામાં રોશની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાજીપુરાના ફળિયામાં ૮૦૦૦ રૂપિયાની એક એવી ૩પ લાઈટ મુકતા ગ્રામજનોમાં ખુશી
તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે બહુતુલ્ય એનઆરઆઈ વસતી ધરાવતાં બાજીપુરા ગામ ખાતે થોડા સમય પહેલા જ ૧૩મું નાણાપંચની ગ્રાન્ટ મેળવાઈ હતી. આ ગ્રાન્ટ અને ગ્રામ પંચાયત સ્વભંડોળ હેઠળ ગામના વિવિધ ફળિયા ખાતે ૨.૮૦ લાખના ખર્ચે ૩પ જેટલી લાઈટ હાઈમાસ્ટ ટાવર બનાવી મૂકાઈ જતાં નગરમાં રોશની ઝગમગી ઉઠી હતી, જેને પગલે ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામમાં એનઆરઆઈ વસતિ ધરાવે છે. તેમજ ગ્રામજનો દ્વારા વિકાસની બાબતે અગ્રેસર હોય જેને લઈ અવારનવાર કામો હાથ ધરાય છે. હાલ ગ્રામ પંચાયત દ્વારા નગરમાં આવેલા વિવિધ ફળિયા ગોપાલ નગર, ભક્તિ ફળિયું, હાસ્કૂલ ફળિયું, કુંભારવાડ સહિ‌ત વિવિધ ફળિયાઓમાં જરૂરી મુજબ હાઈમાસ્ટ ટાવરો બનાવાયા હતા.
આ ટાવરો પર પર આધૂનિક ઓછા વોલ્ટેજવાળી લાઈટો મુકવામાં આવી છે. ૧ લાઈટ આઠ હજારની એવી ૩પ લાઈટો પંચાયત દ્વારા મૂકાઈ છે, જેને પગલે ગામમાં રાત્રે વિવિધ સ્થળો પર અંધકારને દૂર થયો છે અને ગામમાં રોશની ઝગમગી ઉઠી હતી. જેને પગલે ગ્રામજનોમાં ભારે આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
હવે ઘનકચરાના નિકાલની કામગીરી કરાશે
બાજીપુરાના ડેપ્યુટી સરપંચ સમરભાઈ ભક્તાએ જણાવ્યું હતું કે બાજીપુરા ગ્રામ પંચાયતમાં ૧૩મા નાણાપંચની ગ્રાન્ટ, ગ્રામ પંચાયત સ્વભંડોળ અને ગ્રામજનોના લોકફાળાથી અવારનવાર વિવિધ વિકાસના કામો કરી ગ્રામજનો વિકાસ હાથ ધરી રહ્યાં છે. ટૂંક સમયમાં પ ટનના ઘનકચરાના નિકાલ માટે હાઈડ્રોલિક ટ્રેલરની સુવિધા હાથ ધરાઈ રહી છે.