તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેત હત્યા કેસમાં જામીન અરજી ફગાવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા સંજય નરસિંહભાઇ ભંડેરીના ૧૧ વર્ષના માસુમ પુત્ર હેતનું ગત તા. ૩૧.૧.૨૦૧૩ના રોજ જગદીશ અને સાવન કનુ ભાલાળાએ અપહરણ કર્યું હતું.
સંજય ભંડેરી પાસેથી ખંડણી પડાવવાના ઇરાદે હેતને ઉઠાવીને આ બન્નેએ મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ જગદીશે ૧૪.૨.૨૦૧૩ના રોજ સંજય ભંડેરીને ફોન કરીને હેતને મુક્ત કરવાના બદલામાં ખંડણીની રકમ માંગી હતી.
આ ફોન નંબરના આધારે ક્રાઇમ બ્રાન્ચે હેતનું અપહરણ કરનારા જગદીશ અને સાવન ભાલાળાને ઝડપી લઇ સમગ્ર ઘટના નો ભેદ ઉકેલ્યો હતો. આ કેસમાં સાવન કનુ ભાલાળાએ જામીન મુક્ત થવા માંગણી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી.