• Gujarati News
  • Gujju Farmer Achievement 7 Type Mango Production Got In One Tree

ગુજ્જુ ખેડૂતની કમાલ, એક જ આંબા પર ૭ જાતની કેરીઓ પકવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજય સરકાર દ્વારા તાલુકાકક્ષાનો બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ તથા રૂ.૧૦ હજારનું ઈનામ મેળવ્યું
કેરીનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. ફળોના રાજા તરીકે ઓળખાતી એવી મધમીઠી, ખાટી, સુપાચ્ય અને પોટેશીયમથી ભરપુર કેરીની નીતનવી કલમો વિકસાવીને વનવાસી વિસ્તારના ખેડૂતે નવી ઓળખ આપી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામના ૭૦ વર્ષના વયોવૃધ્ધ ગોપાલભાઈ પટેલે એક આંબા પર સાત જાતની કેરીઓ લઈને અનેરી સિધ્ધિ મેળવી છે.
ગોપાલભાઈ કહે છે કે, ૨૦૦૨માં બાગાયતમાંથી નિવૃત થયા બાદ નિવૃતિ જીવનમાં કંઈક નવું કરીને પ્રવૃત્તિમય રહેવાની ખેવના સાથે આંબાની વિવિધ કલમો બનાવવાની શરૂઆત કરી. આ સાથે પ્રથમ અડધા વિઘા જમીનમાં નર્સરીની શરૂઆત કરી.
આગળ વાંચો, ગોપાલભાઈની કમાલ નર્સરીમાં ૨પ જાતની કલમો તૈયાર કરી