તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિન ઇન્ડસ્ટ્રીઝમાં ગેટકોનું ટ્રાન્સફોર્મર ફાટયું, ૧૧૦૦ વિવિંગ યુનિટ બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચિન ઇન્ડસ્ટ્રીઝમાં ગેટકોનું ટ્રાન્સફોર્મર ફાટયું, ૧૧૦૦ વિવિંગ યુનિટ બંધ

ગુજરાતની સૌથી મોટી જીઆઇડીસીના અડધા એકમો વિજળીના અભાવે બંધ રાખવા પડયા હતા. તેને કારણે વિવિંગ યુનિટોને કરોડો રૂપિયાના નુકસાન થયું હોવાના અહેવાલ છે. સચિન ઇન્ડસ્ટ્રીઝમાં ગેટકોનું ટ્રાન્સફોર્મર સોમવારનાં રોજ ફાટયુ હતુ,

તેને કારણે ૧૧૦૦ જેટલા યુનિટ બંધ થઇ ગયા હતા.ગેટકો આ ઘટનાના ચોવીસ કલાક પછી પણ ઇન્ડસ્ટ્રીઝની વિજળી ચાલુ કરી શકી નથી. તેને કારણે સચિન ઇન્ડસ્ટ્રીઝને રૂ.૪૦ કરોડ કરતા વધારેનુ નુકસાન થયુ હોવાની વિગત જાણવા મળી છે.

૧૧૦૦ યુનિટમાં કામ કરતા કામદારોના પગારનું ભારણ ઇન્ડસ્ટ્રીઝ પર આવી ગયુ છે. યાર્ન ઇન્ડસ્ટ્રીઝ પણ આ નુકસાનમાંથી બાકાત ન હોવાની વિગત જાણવા મળી છે.આ ઉપરાંત આ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અન્ય નાના મોટા એકમો પણ સાણસામાં આવ્યા છે.

શું થયું : લાઇન ટેમ્પરીંગ થતા સબ-સ્ટેશન ખોટકાયું હોવાની ગેટકોને શંકા
ગેટકોના એકઝીકયુટીવ એન્જિનિયર આર.પી.શાહે દિવ્ય ભાસ્કરને મોડી રાત્રિએ જણાવ્યુંકે લાઇન ટેમ્પરીંગ કરવામાં આવતા આ ઘટના સબ-સ્ટેશન ફેઇલ ગયું હોય તેવી તેઓને શંકા છે.હાઇ ટેન્શન લાઇનો પર જયારે પણ લંગર મારવામાં આવે છે, ત્યારે બ્રેકર ફેઇલ થાય છે. વિજળી ચોરી કરવાના પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને કારણે સચિનના ઉદ્યોગોએ નુકસાન ભોગવવું પડયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો