• Gujarati News
  • Gujarat Gas Of Industrial Gas Prices Increased By Rs 1 76

ગુજરાત ગેસે ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવમાં રૂપિયા ૧.૭૬નો વધારો ઝીંક્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હવે પ્રતિ ઘનમીટર ૩૩.૨૯ રૂપિયાના ભાવે ગેસ મળશે
- દક્ષિણ ગુજરાતના ૪પ૦ જેટલાં ઔદ્યોગિક એકમોને સીધી અસર


ઘરગથ્થુ વપરાશનો ગેસ, કારના સીએનજી અને હવે ઇન્ડસ્ટ્રિયલ વપરાશ માટેના ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ ભાવવધારો ઝીંકયો છે. રૂ.૩૧.પ૩ના ભાવે મળતા ગેસમાં બુધવારે રૂ.૧.૭૬નો વધારો કર્યો હતો. આ વધારાનો દક્ષિણ ગુજરાતમાં ૪પ૦ જેટલાં ઔદ્યોગિક એકમોને સીધી અસર થશે.

બુધવારે ગુજરાત ગેસકંપનીએ ઇન્ડસ્ટ્રિયલ વપરાશ માટેના નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. પ્રતિ ઘનમીટર રૂ.૩૧.પ૩ના ભાવે મળતા ગેસમાં રૂ.૧.૭૬નો વધારો કર્યાની જાહેરાત કરી હતી. ગેસના ભાવમાં વધારાને કારણે સુરત, ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ગેસનો વપરાશ કરતાં કેમિકલ ડાઈઝ, ડાઈંગ એકમો, એગ્રો ફાર્મા અને ફામાસ્યુટીકલ કંપનીના ૪પ૦ જેટલાં યુનિટ્સને સીધી અસર પહોંચશે.

અહીં નોંધનીય છે કે, ગુજરાત ગેસ કંપની દ્વારા સૌથી પહેલાં બે મહિ‌ના પહેલાં જ ઘરેલુ વપરાશના ગેસની કિંમતમાં ૧પ ટકાનો નેટ વધારો કર્યો હતો. ત્યારબાદ એક પખવાડિયા અગાઉ કારમાં ઉપયોગમાં લેવાતા સીએનજીના ભાવમાં ચાર રૂપિયા ઉપરાંતનો વધારો કરી દીધો હતો.