૧૬મી સદીમાં બનાવેલું ગોપીતળાવ ફરી ઝગમગશે, શું છે ગોપીતળાવ ઇતિહાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપીતળાવ ડેવલપમેન્ટ હવે પૂર્ણતાને આરે
ત્રીજા અને છેલ્લાં ફેઝનું કામ હવે ફાયનલ સ્ટેજ ઉપર પહોંચતા કમિશનર અને કોર્પોરેટર્સની ટીમે વિઝિટ કરી


ભાજપ શાસકોના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઐતિહાસિક ગોપીતળાવનું ડેવલપમેન્ટ હલે ફાયનલ સ્ટેજ ઉપર પહોંચી ગયું છે. જુદા જુદા સાત ઝોન બનાવીને ગોપીતળાવ અને તેની આસપાસના ડેવલપમેન્ટની કામગીરી લગભગ પૂરી થવા આવી છે. ફાઉન્ટેઈન પણ શરૂ થઈ ગયાં હોઈ બુધવારે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખે સાઈટ વિઝિટ કરી હતી. ગોપીતળાવને ફરી વિકસાવવાના પ્રોજેક્ટમાં ચૌમુખી વાવનું રિસ્ટોરેશન અને ફાઉન્ટેઈન પણ લાગી ગયાં છે. હવે ફાયનલ ટચ અને તળાવ ભરવા પાણીની લાઈન નાંખવાનું કામ બાકી રહ્યું છે. એ જોતા દિવાળી પહેલાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવાની ભાજપ શાસકો દ્વારા ગણતરી મૂકાઈ છે.

શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક ગોપીતળાવને વિકસાવવા માટેના કામને ભાજપ શાસકોએ ડ્રીમ પ્રોજેક્ટ બનાવી દીધો છે. તળાવને વિકસાવવા ત્રીજા ફેઝનું કામ હાથ ઉપર ચાલી રહ્યું છે. તેમાં અંતિમ તબક્કાનું કામ બાકી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં રૂ.૬પ લાખ ઉપરાંતનો ખર્ચ જુદા જુદા પ્રકારના ફાઉન્ટેઈન અને રિક્રિએશનના સાધનો લગાવવા પાછળ કરવાનું આયોજન પણ પાર પડી ગયું છે. ફાઉન્ટેઈન શરૂ થઈ ગયાં છે.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....