ગાંધીરોડ પર માટીની સાફસફાઈ કરવા સીઓની આખરે સૂચના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં માટી ખસેડયા વગર પાણીનો છંટકાવ કરતાં બાઇક સવારો સરક્યા હતા

બારડોલી નગરના ગાંધીરોડ પર ભૂગર્ભ ગટરલાઈનની કામગીરી બાદ માર્ગ પરથી માટી ખસેડયા વગર જ પાણીનો છંટકાવ કરતાં મોટરસાઈકલ સવારો સ્લીપ થવાની ઘટના બની હતી. આ અંગે 'દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થતાં મંગળવારની માર્ગ પરથી માટી સાફ કરવાની સૂચના સીઓએ આપી છે.બારડોલી નગરના ગાંધીરોડ પર ભૂગર્ભ ગટરલાઈનની કામગીરી શરૂ કરાઈ ત્યારથી હાલ કામ વિવાદમાં રહ્યું છે. સોસાયટીના રહીશોના વિરોધથી માંડીને ગેસ લાઈન તોડી નાંખવા સ્થાનિકોના જીવ અદ્ધર થવાની ઘટનાઓ બની હતી. એજન્સીની કામગીરીની પાલિકાના દેખરેખના અભાવે આડેધડ કામગીરીના કારણે સમસ્યા સર્જા‍ઈ હતી. ગાંધીરોડનું કામ બંધ કર્યા પછી માટી માર્ગ પરથી સફાઈ કર્યા વગર જ પાણીનો છંટકાવ કરતાં માર્ગ પર કીચડ થવાથી મોટરસાઈકલ સવારો સ્લીપ થઈ ગયા હતાં.

જોકે, આવી ઘટનાઓ બનાવ છતાં પાલિકાએ ત્યાર પછી પણ કોઈ કામગીરી હાથ ધરી ન હતી. આ હકીકત અંગે 'દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલની ગંભીરતા લઈ ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિ‌લે મંગળવારે આરોગ્ય વિભાગની ટીમને ગાંધીરોડની માટીની સાફ-સફાઈ કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળેલ છે. જે અંગે પાલિકાનું આરોગ્ય વિભાગની ટીમ વહેલી સવારથી કામ શરૂ કરવાની હોવાનું જણાવ્યું હતું. ગાંધીરોડ પરની માટીના કારણે કમોસમી વરસાદ થાય તો સ્થિતિ નાજૂક થઈ જાય તેવા સંજોગોને ધ્યાનમાં રાખી માર્ગ પરથી માટીને સાફ કરવાની કામગીરી કરાશે.