હું તો જાણે એના લાંબા વાળમાં કેદ થઈ ગયો હતો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું તો જાણે એના લાંબા વાળમાં કેદ થઈ ગયો હતો પ્રથમ મુલાકાતમાં જ મેં તેને પસંદ કરી લીધી હતી ને તેણે મને પસંદ કરી લીધો, પ્રથમ મુલાકાત આજેય યાદ છે તું મારી સાથે લગ્ન કરીશ? મેં પૂછ્યું નીચે નજર ઢાળતા તેણે કહ્યું 'હા..’ મેં કહ્યું 'તો તું મારી બીજી પત્ની બનીશ.. સાંભળતા જ એ ચોંકી ગઈ અનેઆશ્વર્ય સાથે બોલી 'શું..? બીજી પત્ની? મેં એની આંખમાં આંખ નાખીને કહ્યું મારી પહેલી પત્ની મારો નાટક પ્રેમ છે. એ હસી પડી.. હું પણ હસ્યો.. લેક્વ્યૂ ગાર્ડનમાં પ્રથમ મુલાકાતમાં અમારી વચ્ચે થયેલી વાત મને આજે પણ રોમાંચિત કરી મૂકે છે. ૧૯૮૪ની વાત છે ત્યારે હું કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતો હતો. વડોદરા હું છોકરી જોવા માટે ગયેલો મને એ છોકરી ગમી ગઈ હતી. બીજા દિવસે હું સુરત પરત ફર્યો અને બીજા દિવસે મમ્મી-પપ્પાને લઇને બરોડા જવાનું હતું પણ વચ્ચેનાં એક દિવસમાં િંજદગીએ જાણે કરવટ લઈ લીધી. અમદાવાદથી રંજન અને પરિવાર આવ્યો હતો. એને જોવા માટે જવાનું હતું, મેં ના કહી પણ પરિવારના કહેવાથી હું ગયો. એના લાંબા અને કાળા વાળે મને તેના તરફ ખેંચી લીધો. પ્રથમ મુલાકાતમાં જ મેં તેને પસંદ કરી લીધી ને તેણે મને પસંદ કરી લીધો. બાદમાં અમારી સગાઈ થઈ અને અમે એકબીજાના બની રહ્યા. (નાટયકાર દિલીપ ઘાસવાલા સાથે અરવિંદ ગોંડલિયાની વાતચીત મુજબ)