૪ ઝોનના માર્ગો ઝીરો દબાણ જાહેર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેર, કતારગામ, લિંબાયત અને વરાછાના માર્ગો પર લારી-ગલ્લાના દબાણ રહેશે નહી, પાલિકાની સ્થાયી સમિતિમાં લેવાયેલો નિર્ણય સુરત મહાપાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. શહેરના કુલ ૪ ઝોનમાં ૯૦ કરતાં વધુ માર્ગને ઝીરો માર્ગ ઘોષિત કરીને આ બાબતને સ્થાયી સમિતિમાં સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપવામાં આવી હતી.ઉપરાંત વિયર કમ કા‹ઝવે પાસે વિતેલા બે વર્ષથી સ્પોર્ટ્સ એિકટવિટી શરૂ ન કરનાર ઇજારેદાર અને સ્મીમેરમાં લિફ્ટનો કોન્ટ્રાકટ મેળવ્યા બાદ મહાપાલિકા સાથે એગ્રીમેન્ટ ન કરનાર ઇજારેદારને બ્લેકલિસ્ટ કરાયા હતા. આ ઇજારેદારોની ઇએમડી પણ જપ્ત કરી લેવામાં આવી હતી. ૪ ઝોનમાં કોઈ દબાણ નહીં થવા દેવાય શહેરના ૪ મહત્વપૂર્ણ ઝોન એવાં રાંદેર, કતારગામ, લિંબાયત અને વરાછામાં ૯૦ કરતાં વધારે માર્ગને ઝીરો દબાણના ઘોષિત કરી દેવાયા છે, જેના પર કોઈ નવાં દબાણો ઊભા નહીં થવા દેવાશે. સ્મીમેરમાં લિફ્ટનો ઇજારેદાર બ્લેકલિસ્ટ સ્મીમેરમાં લિફ્ટનો વાર્ષિક મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ મેળવનાર ઇજારેદારને મહાપાલિકાએ બ્લેકલિસ્ટ કરી દીધો હતો. આ ઇજારેદાર દ્વારા એક વખત કોન્ટ્રાકટ મેળવી લીધા બાદ મહાપાલિકા સાથે કોઇ એગ્રીમેન્ટ ન કરનાર રેમકો ઇલેક્ટ્રિકલ્સ નામની પેઢીને પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી. પાલિકાની કચેરીઓના ભૂગર્ભમાં વરસાદી પાણી શહેરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે તે માટે મહાપાલિકા દ્વારા રૂ.૨૦ લાખનો કોન્ટ્રાકટ મંજુર કરાયો છે. તેમાં મહાપાલિકાની કચેરીઓમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં લઇ જવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. એકવેટિક સ્પોર્ટ્સને બ્લેકલિસ્ટ કરી દેવાઈ વિયર કમ કોઝવેમાં વોટર સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સનો કોન્ટ્રાકટ મેળવ્યા બાદ આ મામલે અત્યારપર્યત કોઇ જ પ્રવૃત્તિ શરૂ કરાઈ ન હતી. સ્થાયી સમિતિએ એકવેટિક સ્પોર્ટ્સને વારંવાર તાકીદ કરી હોવા છતાં કોઝવેમાં વોટર સ્પોર્ટ્સ શરૂ કરવામાં આવી ન હતી. દરમિયાન આ ઇજારેદાર દ્વારા નવરાત્રિમાં શરૂ કરવાની ફરી નવી બાંયધરી અપાઈ હતી.