આફવા ગામમાં ચાર મકાન ખાખ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં પરંતુ, લાખોનું નુકસાન બારડોલી નગર નજીક આવેલા ઈસરોલી ગામે પાદર નજીક આવેલા ફળિયામાં આજરોજ મોડી સાંજે આહિ‌ર પરિવારના ચાર ઘરોમાં અચાનક આગ ફાટી નીકળતાં ઘરના ઉપરના ભાગે રાખવામાં આવેલો ઘાસચારો અને અન્ય ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાન હાનિ તો ન થઈ પરંતુ આગના કારણે આહિ‌ર પરિવારને મોટું નુકસાન થયુ હતું. બારડોલી નગરપાલિકાની ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમતઉઠાવી હતી. ઈસરોલી ગામે પાદર ફળિયામાં રહેતા અને પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળયોલા આહિ‌ર પરિવારના પરભુભાઈ ધનાભાઈ આહિ‌ર, છગનભાઈ ધનાભાઈ આહિ‌ર, ભગાભાઈ ધનાભાઈ આહિ‌રના ચારગાળા પેઢી પાટીયાવાળા મકાનમાં શનિવારના રોજ મોડી સાંજે આકસ્મિક રીતે ઘરના ઉપરના ભાગે આગ લાગી ગઈ હતી. આ ચારે મકાનમાં ઉપરના ભાગે પશુ માટેનો ઘાસચારો ભરેલો કોષ આગે ગંભીરરૂપ ધારણ કર્યું હતું. બીજી તરફ ભારે પવન હોવાથી આગ વધુને વધુ વિકરાળ બની હતી. આગની ઘટનાની જાણ થતાં આજુબાજુના રહીશો અને ગ્રામજનો એ ભારે જહેમતથી નીચેના ભાગે નાખેલ ઘરવખરીને બહાર કાઢી હતી. આમ, છતાં ઘણો સામાન આગને હવાલે થઈ ગયું હતું. આગની ઘટના અંગે બારડોલી ફાયરબ્રિગેડેને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમે તેમજ બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, ઘરમાં પશુનો ઘાસચારો ભરેલો કોષ આગ કાબુમાં લેવા માટે તંત્રએ ભારે અગવડ ઊભી થઈ હતી.