ફોસ્ટાના 21 ડિરેક્ટરોની આજે યોજાશે ચૂંટણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોસ્ટાના 21 ડિરેક્ટરોની આજે યોજાશે ચૂંટણી ફોસ્ટાના ૭૦૬ મતદારોમાંથી ૩૦ ટકા એટલે કે ૨૩૮ મતદારો અગ્રવાલ સમાજના છે - આ વખતે પેનલ તુટવાની શકયતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન ( ફોસ્ટા)ના ૨૧ ડિરેકટરોની ૨૮ સપ્ટેમ્બર, શુક્રવારે રિંગરોડ પર આવેલી વણકર સંઘ માર્કેટમાં સવારે ૧૧થી પ દરમ્યાન ચુંટણી યોજાશે.સાંજે ૭ વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. આ વખતે વેપાર પ્રગતિ મંચ અને ટેક્સટાઇલ વિકાસ મંચ એમ બે પેનલ વચ્ચે ટક્કર થવાની છે.બને ંપક્ષે જોરદાર ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે.ચુંટણી જીતવા માટે શામ, દામ દંડ, ભેદની નીતી બનેં પેનલો અજમાવી રહી છે.જો કે આ વખતે જ્ઞાતિવાદનું ફેકટર મહત્ત્વનો ભાગ ભજવશે એમ વેપારીઓ માની રહ્યા છે.જેને કારણે ક્રોસ વોટીંગની શક્યતા પણ રહેલી છે.હવે શુક્રવારે ખબર પડશે કે વેપારીઓએ કોની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે?.ફોસ્ટાના ૭૦૬ મતદારોમાંથી ૨૩૮ મતદારો અગ્રવાલ સમાજના છે.અને બીજા ક્રમે સૌથી વધુ મતદાર ૧૨૯ જૈન સમાજના છે. ફોસ્ટામાં શુક્રવારે યોજાનારી ચુંટણીમાં રસાકસી થવાની સંભાવના છે.બે પેનલમાં વેપારીઓ આ જંગ જીતવા માટે પુરુ જોર લગાવી રહ્યા છે. ચુંટણી ઢંઢેરામાં જાતજાતના લોલલોપ આપવામાં આવી રહ્યા છે.અમે જીતીશું તો આમ કરીશું ,ફોસ્ટાની સિકલ બદલી નાંખીશું, ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરીશું.વગેર વગેર જાહેરાતો કરાઈ રહી છે. એલાયન્સ બનાવાયું કેટલાંક જુના ડિરેકટરોએ ભેગા થઈને યુનાઇટેડ ટેકસટાઇલ ટ્રેડર્સ પ્રોગેસીવ એલાયનસની રચના કરી છે. આ ડિરેકટરો આ વખતની ચુંટણીમાં વારંવાર રિપીટ થનારા ઉમેદવારોની વિરુધ્ધમાં પ્રચાર કરી રહ્યા છે. જેથી આ વખતની ચૂંટણીમાં વધુ રસાકસી જોવા મળશે. સ્થળ: વણકર સંઘ માર્કેટ, રિંગરોડ - સમય: સવારે ૧૧થી પ -ગણતરી: સાંજે ૭ પછી ચૂંટણીમાં બબાલની સંભાવના ફોસ્ટાની ચુંટણી થવા પહેલાં ભારે વિવાદને કારણે ચુંટણીમાં બબાલની સંભવાના હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.બને પેનલના ઉમેદવારોએ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરેલી છે.ચુંટણી વખતે દર વખતે બંદોબસ્ત હોય ઝ છે, પણ આ વખતે તકેદારી રાખવાની આવશ્યકતા વધારે હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ૭૦૬ મતદારોનું જ્ઞાતિ વાઇઝ એનાલીસીસ સમાજ સંખ્યા અગ્રવાલ ૨૩૮ જૈન ૧૨૯ મહેશ્વરી ૯૧ બ્રાહ્મણ ૩૨ પંજાબી ૬૬ સિંધી ૬૭ રાજપુત ૨૦ મુસ્લિમ ૧પ અન્ય ૪૮ વેપાર પ્રગતિ મંચના ૨૧ ઉમેદવારો ઉમેદવાર સમાજ ૧પ અગ્રવાલ ૦૩ જૈન ૦૧ બ્રાહ્મણ ૦૧ પંજાબી ૦૧ સિંધી ટેક્સ. વિકાસ મંચના ૨૧ ઉમેદવારો ઉમેદવાર સમાજ ૦પ અગ્રવાલ ૦૬ જૈન ૦પ મહેશ્વરી ૦૨ બ્રાહ્મણ ૦૧ પંજાબી ૦૧ સિંધી ૦૧ રાજપુત