ફુડક્રેઝી સુરતીઓનાં જીભનાં ચટાકા માટેનો નવો મુકામ અડાજણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ન્યૂ ગીફ્ટ: અડાજણ ખાતે કોર્પોરેશન દ્વારા ફુડ પ્લાઝા, વોક-વે તેમજ યુથ એક્ટિવિટી પ્લેસની ડિઝાઇન તૈયાર કરી રહ્યું છે, ૨.૯૧ કરોડનાં આ પ્રોજેક્ટ દ્વારા આ એરિયાનું બ્યૂટિફિકેશન કરાશે
- ઓવરબ્રીજ નીચે બ્રીજનાં એપ્રોચથી લઇ સરિતાસાગર સંકુલનો એરિયા પસંદ કરાયો


સુરતીઓનાં જીભનાં ચટાકા માટે સુરત મહાનગર પાલિકા ખાસ પ્રોજેક્ટની તૈયારી કરવા માંડ્યુ છે, જેમાં સરદાર બ્રીજનાં અડાજણ બાજુનાં છેડા પર ઓવરબ્રીજની નીચે ફુડ પ્લાઝા, વોક-વે તેમજ યુથ એક્ટિવિટી પ્લેસીસની ડિઝાઇન તૈયાર થઇ રહી છે. આ માટે સરદાર બ્રિજના અડાજણ બાજુનાં છેડા પર હાલમાં જ ખુલ્લા મુકાયેલા ઓવરબ્રિજની નીચેથી નદી કિનારા સુધીનો વિસ્તાર પસંદ કરાયો છે. પાલિકાના રાંદેર ઝોનના અધિકારી કહે છે કે, ઓવરબ્રિજની નીચે સરદાર કોમ્પલેક્સ એટલે બ્રિજના એપ્રોચથી લઈને સરિતાસાગર સંકુલ સુધીનો વિસ્તાર પ્લાનિંગમાં સાંકળી લેવાયો છે.

આ ફૂડપ્લાઝામાં માત્ર સુરતીઓની જીભના ચટાકા માટેનું જ આયોજન નહીં હોય, તેની સાથે ઘણી એક્ટિવિટિઝ પણ ઊભી કરાશે. જે સુરતીઓ માટે હેંગ આઉટ પ્લેસ પણ બનશે. રૂ.૨.૯૧ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ મૂકાયો છે. જો કે પ્રોજેક્ટ શરુ થયાં પછી આ ખર્ચમાં વધારો થશે એવું કોર્પોરેશનનું માનવું છે.

- સરદાર બ્રિજ નીચેનો હાલનો ગાર્ડન પણ દૂર કરાશે

કોર્પોરેશનનાં ના વર્તુળો પાસેથી પ્રાપ્ત માહિ‌તી અનુસાર સરદાર બ્રિજના છેડેથી સરિતા સાગર સંકુલ ઓવારા સુધીનો વિસ્તાર નવેસરથી ડેવલપ કરાશે. આ નવા ડેવલપમેન્ટ માટે કેટલાક ફેરફાર પણ કરવા પડશે. આ માટે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિ‌તી અનુસાર સરદાર બ્રીજની નીચે સ્વામિ નારાયણ મંદિર પાસે આવેલો નાનકડો ગાર્ડન પણ દૂર કરાશે. જો કે, આ ગાર્ડન ભલે દૂર કરાય પણ એક વાત પાક્કી છે કે, આ પ્રોજેક્ટ તૈયાર થઇ જશે પછી આ આખા એરિયાની ઝાકઝમાળ વધી જવાની છે. અડાજણ અને પાલ હમણાં સુરતનાં મોસ્ટ ડેવલપિંગ એરિયામાં ગણાય છે, જેને સુરતીઓ નવું સુરત તરીકે ઓળખે છે. સુરતીઓનું આ નવું સુરત આ પ્રોજેક્ટથી વધારે નવું બની જશે એ નક્કી.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...