કોણ સંભાળશે આ માસૂમને, કેવી રીતે એકહાથે જશે જિંદગી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


સિમાડામાં સોસાયટીના ખુલ્લા ટ્રાન્સફોર્મર પાસે રમતા બે બાળકોને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા
સરથાણા પાસેના સિમાડા વિસ્તારમાં આવેલી લક્ષ્મીબા સોસાયટીમાં રમતા રમતા પાંચ વર્ષના બે બાળમિત્રોને ખુલ્લા ટ્રાન્સફોર્મરના કારણે કરંટ લાગ્યો હતો. જેના કારણે બંને બાળકો ગંભીર રીતે દાઝી જતાં તેઓ બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન એક બાળકના બંને હાથ કાપી નાંખવાની નોબત આવી છે, જ્યારે એક બાળકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે.

પુણાસિમાડા વિસ્તારમાં ડીજીવીસીએલના ખુલ્લા ટ્રાન્સફોર્મર અને ખુલ્લા વીજતારના કારણે વારંવાર અનેક નિર્દોષો ભોગ લેવાય છે. ડીજીવીસીએલના અણધડ વહીવટના કારણે આ વિસ્તારમાં કરંટ લાગવાથી અનેક જિંદગીઓનો ભોગ લેવાયો છે તો અનેકને કાયમ માટે હાથપગ ગુમાવવાનો વારો આવ્યો છે.

કેવી રીતે આ બાળકે ગુમાવ્યો હાથ વાંચો આગળ...