મોટી બેગમવાડીની શ્યામ માર્કેટની મીટર પેટીમાં આગથી દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટની આસપાસના લોકોમાં આગની વાત ફેલાતા રસ્તા પર ઉતરી આવ્યા

સલાબતપુરા વિસ્તારમાં કોહિ‌નૂર માર્કેટમાં આગની ઘટના બાદ નજીકમાં જ મોટી બેગમવાડીની વધુ એક શ્યામ માર્કેટમાં આગ લાગી હતી. જોકે, આગ મીટર પેટીથી આગળ નહીં વધતા મોટી દૂર્ઘટના બનતા અટકી ગઈ હતી. ફાયરબ્રિગેડે પહોંચી જઈ આગ પર ગણતરીની મીનીટમાં તરંતુ કાબૂ મેળવી લેતા માર્કેટના વેપારી અને લોકોના જીવ હેઠે બેઠા હતાં.

બનાવ અંગે ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારની મોટી બેગમવાડી ખાતે આવેલા શ્યામ માર્કેટમાં સાંજના સુમારે વાયરમાં ર્શોટસકીર્ટ થઈને ભારે ધૂમાડો નીકળવા માંડતા માર્કેટના વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેથી સમયસૂચકતા દાખવીને તુરંત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરફાઈટરો સાથે ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયો હતા અને મીટર પેટીમાંથી ધૂમાડો નીકળતો હોય આગ પર તુરંત કાબૂ મેળવી લીધો હતો.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....