પલસાણા પોલીફીમ મિલમાં શોર્ટસર્કિટથી આગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કન્ટ્રોલરૂમમાં શોર્ટસર્કીટ થતાં લાગેલી આગ, જાનહાની નહીં
પલસાણા ચાર રસ્તા ખાતે આવેલી ગુજરાત પોલીફીમ મિલમાં બુધવારના રોજ બપોરેના સમેય કન્ટ્રોલ રૂમમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી ગઈ હતી. બારડોલી ફાયર વિભાગને જાણ કરતાં સ્થળ પર આવી આગને કાબૂમાં લીધી હતી. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જો કે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ અંગે મળતી વિગતો અનુસાર પલસાણા ચાર રસ્તા ખાતે નાયલોન અને પોલીસ્ટરના યાર્ન બનાવતી ગુજરાત પોલીફીમ પ્રા. લિ. મિલમાં બુધવારે બપોરના સમયે પોલી પ્ર્રોસેસ વિભાગના યુપીસી કેન્ટ્રોલ રૂમની પેનલમાં અચાનક શોર્ટ સર્કિટ સાથે આગ લાગી હતી.
મિલમાં હાજર ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાત્કાલિક બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર અધિકારી પી. બી. ગઢવી સહિ‌ત સ્ટાફ ઘટના સ્થળે આવી આગ કાબૂમાં લઈ લીધી હતી.
આગની ઘટનાથી મિલમાં તેમજ નજીકના વિસ્તારોમાંભાગદોડ મચી ગઈ હતી. સદ્દ નસીબે કોઈ જાનહાનીનો બનાવ નોંધાયો ન હતો. આગને કાબૂમાં લઈને પહેલા ઈલેક્ટ્રીક કન્ટ્રોલ પેનલ સાથે અન્ય મશીનરીને નોટું નુકસાન થયું હતું. જોકે, આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની ન થતાં ફાયરના લાશ્કરોએ રાહતનો દમ લીધો હતો.