તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતઃ ફટાકડા-રોકેટથી પ૧ જગ્યાએ આગ, ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તા. ૧ થી પ સુધી પાંચ દિવસ ફટાકડાથી આગના પ૧ કોલ, મકાન- ઈન્ડસ્ટ્રીયલમાં આગના ૧પ કોલ, પ ઈલેક્ટ્રીક્ટ શોર્ટસકીર્ટના બનાવો બન્યા

દિવાળીના તહેવાર ટાણે શહેરને સલામત રાખવા આગ અને અકસ્માતના બનાવોમાં ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું હતું. દિવાળી સુધી પાંચ દિવસમાં ૭૮ કોલ્સ આગના ફાયર કંન્ટ્રોલમાં નોંધાયા હતાં. ફટાકડાના તણખા અને રોકેટથી આગના પ૧ કોલ્સ નોંધાયા હતા. બીજી તરફ કચરા પેટી અને કન્ટેઈનરોમાં પણ આગ લાગવાના વધુ બનાવોએ ફાયરબ્રિગેડની ઊંઘ ઉડાડી દીધી હતી. જ્યારે તહેવારમાં ફટાકડા ફોડવામાં સાવચેતીના અભાવને લીધે ૯ થી ૧૪ વર્ષના બાળકો-કિશોરો દાઝી ગયા હતાં. તેમાં છ બનાવોમાં તો બાળકો ચહેરાના અને આંખના ભાગે ગંભીરપણે દાઝી ગયાના બનાવો નોંધાયા છે.

દિવાળીના તહેવારના ટાળે તારીખ ૧ થી તારીખ પ સુધી આગના કુલે ૭૮ કોલ્સ નોધાયા હતા. તેમા ફટાકડાથી આગ લાગવાના પ૧ કોલ્સ હતા. તો કચરાના કંન્ટેઈનર-કચરા પેટી સળગવાના ૬૯, મકાન-ઈન્ડન્સ્ટ્રીયલ્સમાં આગના ૧પ કોલ અને ઈલેક્ટ્રિક્ટ શોર્ટ સકીર્‍ટના પાંચ કોલ નોંધાયા હતાં. જોકે, સદ્દનસીબે કોઈ જાનહાનિના બનાવો નોંધાયા ન હતાં. આ દિવસોમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ખડે પગે રહીને સતત કામગીરીમાં વ્યસ્ત રહ્યો હતો. નાના-મોટા આગના બનાવોને બાદ કરતા કતારગામ ખાતે નગીનાવાડી પાસે સિદ્ધેશ્વર કેમિકલમાં આગ તથા નારાયણનગરમાં શાકમાર્કેટમાં આગના બે મોટા બનાવો પણ બન્યા હતાં.

તો મોરાભાગળ પાસે પસ્તીની દુકાન, અડાજણ ફેશન હોમ ઈન્ટીરિયર ફર્નિ‌ચરની દુકાન, નાના વરાછા શક્તિવિજય સોસાયટીના ૪૯૮ નંબરના મકાનમાં, મોરાભાગળ દાંડી રોડ શેરડીના ખેતરમાં, કાપડિયા હેલ્થ ક્લબ મહાવીર ભવનમાં, પાંડેસર આશાપુરી-૨, ઉધના ભગવતીનગર, કાપોદ્રાની નીલકમલ સોસાયટી, અડાજણના ટીજીબી પાસે આગમન રેસીડેન્સીમાં, ગોકુલમ ડેરી પાસે ઋષભ એપાર્ટ., સરથાણા જકાતનાકા પાસે શુકન બંગલોના શેરડીના ખેતરમાં, પાર્લેપોઈન્ટ વૃંદાવન પાર્ક, ડીંડોલી ડેલાડવારોડ શેરડીના ખેતરમાં, નાનપુરા સ્નેહમિલન ગાર્ડન પાસે, રૂપાલીનહેર પુનમનગર, સુરત કોટન મીલ આમખાસ મહોલ્લોમાં ફટાકડાથી નાની-મોટી આગના બનાવો નોધાયા હતા તથા એલ.પી.સવાણી મધુવન સોસાયટી અને ભટાર તડકેશ્વર મહોલ્લામાં બે મોટરસાઈકલ સળગી હતી.

- ડુમસ રોડ રાહુલરાજ મોલમાં તાડપત્રી સળગતા દોડધામ

શહેરના ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજમોલમાં દિવાળીના દિવસે ફટાકડાને લીધે અગાશી પાસે લગાડાયેલી તાડપત્રી સળગી ઉઠી હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા લાશ્કરો સ્થળ પર પહોંચી જઈને આગને કાબુમાં લઈ લીધી હતી. રાહુલરાજ મોલમાં તાડપત્રી સળગતા ધુમાડાના ગોટેગોટા ઉઠયા હતા તેથી કર્મચારીઓ અને ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી.

- ફટાકડા ફોડતા ૧૦થી વધુ દાઝ્યા

સ્મીમેર-સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા ૧૦થી વધુ ૯ થી ૧૪ વર્ષની વયના બાળકો-કિશોર ફટાકડાથી દાઝતા દાખલ કરાયા હતાં. આ બાળકોમાં માનદરવાજાના ૧૦ વર્ષીય નરેન્દ્ર નરસૈયા માછી ઘર પાસે ફટાકડા ફોડતી વખતે ફટાકડો ચહેરાના ભાગે તથા બંને હાથના પંજાના ભાગે દાઝી ગયો હતો. ડુંભાલના કોળીવાડનો ૧૦ વર્ષીય જય હરેશભાઈ પટેલ ફટાકડા ફોડતા આંખમાં ગંભીર ઈજા થઈ હતી. ભટારના એસએમસી ટેનામેન્ટના ૧૪ વર્ષીય દેવાંગ પ્રજાપતિ ઘર પાસે ચહેરાના ભાગે દાઝી ગયો હતો. પરવટગામના ૯ વર્ષીય બજરંગનગરના સઈદ મોહનભાઈ ધુન્ના ફુટેલા ફટાકડાનો ફટાકડો કાગળમાં મુકીને ફોડવા જતાં ધડાકો થઈ મોઢાના ચહેરાના ભાગે દાઝી ગયો હતો.