કીમમાં ગરનાળામાં પડવાનો ભય, તંત્ર ઘોર ઊંઘમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ રેલવે ફાટક પાસે ગરનાળા પર રેલિંગનો સદંતર અભાવ
સંરક્ષણ દીવાલના અભાવે નાળામાં પડવાના બનાવો છતાં તંત્ર જાગતું નથી
કીમ: કીમ રેલવે ગરનાળા ઉપર પગપાળા જતા રાહદારીઓ રેલિંગના અભાવે અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. આથી ગરનાળાનું તાકીદે રીપેરિંગ કરવામાં આવે તેવી માગ સ્થાનિક રહીશો કરી રહ્યાં છે. કીમમાં રેલવે ગરનાળાની બાજુમાંથી જ રાહદારીઓ માટે પગપાળા પસાર થવાનો રસ્તો છે. રોજિંદા હજારોની સંખ્યામાં ઉપરોક્ત સ્થળેથી લોકો અવર જવર કરતાં હોય છે.
કીમમાં રેલવે ક્રોસ કરી આવતાં અનેક લોકો તેમજ મુસાફરો મોટી સંખ્યામાં આ નાળા ઉપરથી પસાર થતા હોય છે. ત્યારે નાળા ઉપર રેલિગંના અભાવે નાળામાં ખાબકવાનો ભય કાયમી રહે છે.ખાસ રાત્રિના સમયે રેલિંગના અભાવને કારણે નાળામાં ખાબકવાના બનાવો બને છે. અનેક બનાવોમાં વ્યક્તિ માંડ માંડ બચી જવાના કિસ્સા જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નાળા ઉપર રેલિંગ મુકાય તેવી વ્યાપક માંગ જાગૃત લોકો કરી રહ્યાં છે.
તાત્કાલિક રેલિંગ લગાવો
આ અંગે સ્થાનિક રહીશ જામીલભાઈના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી નાળા ઉપર રેલિંગ નથી. રેલિંગ વિના નાળામાં પડવાની બીક રહે છે. અકસ્માતે કોઈને ઈજા થાય તે પહેલા તંત્રએ આ બાબતે કામગીરી કરવી જોઈએ. તાત્કાલિક તંત્ર રેલિંગ લગાવે તેવી અમારી માંગ છે.