સાવકા બાપે જ 16 વર્ષીય દીકરીનો કર્યો શીકાર, આચર્યું દુષ્કર્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

વધાવા ગામે સાવકા બાપે દીકરી પર દુષ્કર્મ આચર્યું
છેલ્લા એક મહિના દરમિયાન 16 વર્ષીય દીકરી ઉપર અવાર નવાર દુષ્કર્મ આચર્યુ

બારડોલી: બારડોલી તાલુકાના ઉતારા ગામે રહેતી એક મહિલાના પતિનું અવસાન થતાં તેમણે ઉતારા ગામે રહેતા સુરેશભાઈ નાનુભાઈ રાઠોડ સાથે લગ્ન કરી લીધા હતાં. વિધવા મહિલાના આગલા પતિથી એક દીકરી હતી. આ 16 વર્ષીય દીકરી ઉપર તેના સાવકા પિતા સુરેશ રાઠોડે દાનત બગાડી હતી. પોતાની વાસનાનો શીકાર બનાવી છેલ્લા એક માસથી સુરેશ રાઠોડ તેની સાવકી દીકરી ઉપર અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો.
આ હકીકત કોઈને ન જણાવવા માટે દીકરી તથા તેની પત્નીને ધમકાવતો હતો. પરંતુ આ અધમકૃત્યની હદ વટી જતાં આખરે માતા પોતાની પુત્રીને લઈ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઈ હતી. આખરે બારડોલી પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બારડોલી પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ બારડોલી પીઆઈ એસ. એમ. સગર કરી રહ્યાં છે.