તુવેરની વૈશાલી જાતનું ઉત્પાદન કરી ખેડૂતો વધુ રૂપિયા કમાઈ શકશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેતઓજાર કીટ્સનું વિતરણ કરાયું નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને વાંસદાના ટ્રાયબલ સબપ્લાનના સહયોગથી કાકડવેરી તા. ચીખલી ખાતે ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં કૃષિ શિબિર અને ખેતઓજાર કિટસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અધ્યક્ષપદેથી નરેશભાઈએ સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવવા હાકલ કરી અને સફળ થયેલા ખેડૂતોની વાતો કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. ચીખલી તાલુકાના ગામડાઓમાં ખેડૂતોનો વિકાસ થાય તે માટે કૃષિ શિબિરમાં અનુક્રમે ઢોલુમ્બર, કાકડવેરી, પાટી, જામનપાડા તથા તોરણવેરા આ પાંચ ગામોના ખેડૂતોને આવરી લેવાયા હતા. ગ્રામીણ લોકોની રોજગારી વધે તે માટે ટ્રાયબલ સબપ્લાન પુરસ્કૃત ખેતઓજાર કિટર વિતરણ કાર્યક્રમ અંતર્ગત કૃષિમાં ઉત્પાદ કેવી રીતે વધારી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. સી.કે. ટીંબડીયાએ ગામના લોકો કૃષિ યુનિ.ની કામગીરી અને તેની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી અને ખેડૂતો કૃષિલક્ષી કોઈપણ જાતની માહિતી જોઈતી હોય તે યુનિ.ના વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન પુરું પડાય છે તેમ જણાવી વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. બાગાયત વિષય નિષ્ણાંત બી.એમ. ટંડેલે શાકભાજીની ખેતી દ્વારા કેવી રીતે આવક વધારી શકાય તે અંગેની માહિતી આપી હતી. રીંગણ, કંટોલા, તુવેરની ખેતી કેવી રીતે કરવી તેની ખેડૂતોને સમજણ આપી હતી. તેમણે તુવેરની વૈશાલી નામની જાત વાવવામાં આવે તો તેનાથી ઉત્પાદન સારુ આવે તેના વિશે ખેડૂતોને માહિતી આપી હતી. કૃષિ કેન્દ્રના પાક ઉત્પાદનના વિષય નિષ્ણાંત કિંજલભાઈ શાહ દ્વારાડાંગરની ખેતી વિશે સમજ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો ડાંગરની ખેતી પદ્ધતિસર કરવામાં આવે તો તેમાં સારું ઉત્પાદન મળી શકે છે. ખાતરનો કાર્યક્રમ ઉપયોગ ઉપર ભાર મુકયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રાબેન, તાલુકા પંચાયતના સભ્ય પાર્વતીબેન, ટ્રાયબલ સબપ્લાન વિભાગના માહલા અને પાંચ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ખેતઓજાર કિટસ અને ડાંગર કિટનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ, મોગરાવાડી અને કાકડવેરીના સરપંચો, નિતલબેન વિષય નિષ્ણાંત કેવીકેએ જહેમત ઉઠાવી હતી.