હાઈવેનું કામ અટકાવવા ૧૬મીએ એના ગામે ખેડૂતોના ધરણાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂતોને ખેતીકામ આવવા જવા સર્વિ‌સરોડના અભાવે મુશ્કેલી

પલસાણા તાલુકાના એના ગામમાથી તાજેતરમાં બની રહેલા નેશનલ હાઈવે નં ૬ પર ગામના ખેડૂતો દ્વારા બાયપાસ સર્વિ‌સ રોડ અંગેની હાઈવે ઓથોરિટીના અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ એક મહિ‌નાથી વધુ દિવસ થઈ જવા છતાં સર્વિ‌સરોડ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ખોટા વચનો સિવાય કોઈ કામગીરી ન થતાં આખરે ખેડૂતો ૧૬મીમેના રોજ ગુરુવારે ગાંધીચીધ્યા માર્ગે એના ગામે બાયપાસ પર કામ અટકાવવા ધરણા કરવા નિર્ણય કર્યા છે. આ અંગે લેખિતમાં ઉપલી કચેરીઓમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પલસાણા તાલુકાના એના ગામના નેવુથી વધુ ખેડૂતો નેશનલ હાઈવે ઓથોરિટીના વહીવટી તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યાં છે. ગામમાંથી પસાર નેહા નં ૬નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં ગામના ખેડૂતોએ ખેતર ખેતીકામ કરવા અવર જવર માટે બાયપાસ સર્વિ‌સ રોડની તાતી જરૂર છે.

આ અંગે ગામના ખેડૂતો ભેગા થઈ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતાં સર્વિ‌સરોડ બનાવી આપવાની કામ કરવાનું વચન પણ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આજે મહિ‌નાથી વધુ સમય વિતી જવા છતાં સર્વિ‌સ રોડની કોઈ કામગીરી ન થતાં ખેડૂતો નાછૂટકે ગાંધી ચિધ્યા માર્ગે કામ અટકાવવા ૧૬મી મે ૨૦૧૩ના રોજ ગુરુવારે સવારે ૧૧.૦૦ વાગ્યે એના બાયપાસ પર ધરણા કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર, મામલતદાર, ડીએસપી કચેરીએ લેખિત ફરિયાદ કરી છે.

રજૂઆતો વાંઝણી

ખેડૂતોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી સર્વિ‌સ રોડ બનાવવા માટે વારંવાર હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે. જે આધારે ખાત્રી પણ આપવામાં આવી હતી. છેલ્લી રજૂઆત કરીને પણ એક મહિ‌નો થઈ ગયો છે. તે સમયે પણ ઓથોરિટીએ દશ દિવસમાં સર્વિ‌સરોડનું કામ કરવાનું વચન આપ્યું હતું. ખોટા વચનો સિવાય કોઈ કામગીરી ન થતાં ખેડૂતો પાસે કોઈ વિકલ્પ ન રહેતા કામ બંધ કરવાની ગંભીરતા જામતા હોવા છતાં ન છૂટકે ધરણા કરવાનો નિર્ણય લીધો હતો.