તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવેમ્બરમાં નહેર બંધ કરવાના નિર્ણયથી ખેડૂતો દ્વિધામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેરડીની સિઝન માટે ખેડૂતોને મુશ્કેલી પડશે
નહેરના આધૂનિકરણ માટે ૭પ દિવસ સિંચાઈના પાણી બંધ રહેશે
ભાસ્કર ન્યૂઝ. કોસંબા
ઉકાઈ કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર બન્યાને ચાર દાયકા બાદ કેન્દ્ર સરકારની સહાયતાથી ૨૦૦ કરોડના ખર્ચે તેને સંપૂર્ણ આધૂનિકણ કરવાની માંગણીને નવેમ્બર ૨૦૧૩માં અમલમાં મુકી છે. જે માટે સિંચાઈનું પાણી ૭પ દિવસ માટે બંધ કરવામાં આવશે. આ યોજના અમલમાં આવશે કે કેમ તેમજ કઈ તારીખથી પાણી બંધ કરવામાં આવશે તેની વિધિવત્ જાહેરનામાં માધ્યમથી જાહેર કરવા સિંચાઈ વિભાગ જાહેરાત કરતું હોય આવનારા વર્ષની શેરડીની સિઝન માટે તૈયારી કરતાં ખેડૂતો દ્કિધામાં મુકાયા છે.
દિક્ષણ ગુજરાતમાં ઉકાઈ ડેમના પાણી આધારિત ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરને ચાર દાયકાથી માંડવી, માંગરોળ, ઓલપાડ, હાંસોટ અને અંકલેશ્વર તાલુકાના હજારો હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી તેમજ ઐદ્યોગિક એકમોને પાણી પુરુ પાડે છે. ચાર દાયકા બાદ આ નેહરને આધૂનિકરણની જરૂરીયાત હોય. સિંચાઈ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની ગ્રાન્ટના સહયોગથી ૨૦૦ કરોડના ખર્ચે કાકરાપારથી તડકેશ્વર પ૩ કિમી અને તડકેશ્વરથી કોસંબા સુધીની ૩પ કિમી કુલ ૮૮ કિમી નહેરનું સંપૂર્ણ આધૂનિકરણ કરવામાં આવશે. આ આધૂનિકરણકરણની કામગીરી નવેમ્બર માસમાં શરૂ થનાર હતું. પરંતુ વિધાનસભાની ચૂંટણીના કારણે નહેરના આધૂનિકરણનું કામ પડતું મુકવામાં આવેલ છે. આ પડતા મુકવામાં આવેલા કામને નવેમ્બર ૨૦૧૩માં શરૂ કરી ૭પ દિવસમાં પૂર્ણ કરવાનું નહેર વિભાગનું લ-ય છે. જે માટે ૭પ દિવસ દરમિયાન સિંચાઈનું પાણી સંપૂર્ણ બંધ કરવામાં આવશે.
નવેમ્બર ૧પથી સિંચાઈનું પાણી બંધ કરવાની વાત નહેર વિભાગ ચલાવી રહ્યું છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. જેથી ખેડૂતો અસમંજસમાં મુકાયા છે. ખેડૂતોએ શેરડીની રાપોણીની તૈયારી આરંભી દીધી છે. નવી સિઝનના શેરડીના રોપણ માટે સુગર ફેક્ટરી રોપાણની ફાળવણી અને મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ નેહર બંધ થાય કે નહીં તેની જાહેરાત ન થઈ હોય. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નહેર વિભાગ દ્વારા યોગ્ય સમયે નહેર બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે નહેર વિભાગના સુરત સિંચાઈ વર્તુળના અધિકારી ઈજનેર એ. બી. કાનાણીના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરના લેવલે નહેરની અધૂનિકરરણના બજેટ ફાળવવાની રોટેશન કેવી રીતે બંધ કરવું વગેરેનું આયોજન ચર્ચા ચાલે છે.નહેર બંધ થવાની જાહેરાત કરાય એ જરૂરી છે.
ગાંધીનગરમાં રોટશન અંગે ચર્ચા ચાલે છે
આ અંગે નહેર વિભાગના સુરત સિંચાઈ વર્તુળના અધિકારી ઈજનેર એ. બી. કાનાણીના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરના લેવલે નહેરની અધૂનિકરરણના બજેટ ફાળવવાની રોટેશન કેવી રીતે બંધ કરવું વગેરેનું આયોજન ચર્ચા ચાલે છે. વહેલી તકે નહેર બંધ થવાની જાહેરાત કરાય એ જરૂરી છે.