નિણતમાં ફેક્ટરી શરૂ કરવા સામે ૧૨ ગામોનો વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિણતમાં ફેક્ટરી શરૂ કરવા સામે ૧૨ ગામોનો વિરોધ
- અધિકારીઓ જો પરવાનગી આપશે તો ધરણાંનો કાર્યક્રમ આપી ગ્રામસભામાં ઠરાવ કરી વિરોધ ઉગ્ર બનાવવા લોકોની ચિમકી


બારડોલી તાલુકાના નિણત ગામે ખાનગી કંપની દ્વારા કેમિકલ ફેક્ટરી બનાવવા બાબતે શુક્રવારના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ર્બોડ દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાર જેટલા ગામના લોકોએ આઠ મુદ્દા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને જો પરવાનગી આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

સુરત જિલ્લા કલેક્ટર કચેરીના આસી કલેક્ટર મકવાણાની આગેવાની હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ર્બોડના અધિકારી પટેલ બારડોલી તાલુકાના નિણત ગામે હાઈટેક ર્બોડ પ્રા. લિ. દ્વારા મોલામાઈન યુરિયા ફોર્માલ્ડી હાઈ રેસીન બનાવવા બાબતે શુક્રવારે લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાર જેટલા ગામો નિયત, પુણી, ભુવાસણ, લાખણપોર, સીયોદ, બાબલા, સરભોણ, અમલસાડી, નોગામા, પારડી, વડોલી, પારડી-પાતા ગામના લોકો હાજર રહ્યાં હતાં. લોકસુનાવણીનો કાર્યક્રમ શરૂ થતાં જ ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. આઠ વાંધા લેખિતમાં દરેક ગ્રામજનોએ રજૂ કર્યા હતાં. આ વાંધાઓને ધ્યાનમાં ન લઈ સરકારી તંત્ર પરવાનગી આપવામાં આવશે તો બધા ગ્રામજનો ભેગા મળી રોકવા જે કોઈ પગલાં ભરવા પડશે તે ભરવાની તૈયારી બતાવી છે. આંદોલન કરવા પણ ચીમકી આપી હતી. એકના ફાયદા માટે હજારોની જાનનું જોખમ ન લેવા અંગે જણાવ્યું હતું.

ગ્રામજનોની વિનંતીને અવગણવામાં આવશે તો ધરણાના કાર્યક્રમો આપવા સાથે વિરોધ વ્યક્ત કરેલ ગ્રામપંચાયતો ચૂંટણી પછી ગ્રામજનો સભા બોલાવી ઠરાવ કરવાની પણ તૈયારી હોવાનું જણાવ્યું હતું. આ વિસ્તારમાં ફેક્ટરી જોઈ એ જ નહીંની ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

આ વિષય પર વધુ જાણવા માટે ફોટા પર ક્લિક કરો....