સુરત: ‘પ્રોફેશનલ હોવ તો રિમલેસ ફ્રેમ જ પહેરો’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘પ્રોફેશનલ હોવ તો રિમલેસ ફ્રેમ જ પહેરો’
પ્રોફેશન પ્રમાણે કેવી ફ્રેમ સિલેક્ટ કરવી જોઇએ? આઇ. ડી.ટીમાં પ્રેઝન્ટેશન યોજાયું

સુરત: ‘તમારા ચશ્માની ફ્રેમ તમારી પર્સનાલિટી રિફ્લેક્ટ કરે છે. ચશ્માની ફ્રેમ પરથી જે-તે વ્યક્તિને જજ પણ કરી શકાય છે. ફ્રેમ પરથી કેટલાક યંગસ્ટર્સ પર્સનાલિટીને સ્ટ્રોંગ બનાવવા માટે વગર નંબરના ચશ્મા પણ પહેરતા હોય છે. એટલે જ્યારે પણ તમે ચશ્માની ફ્રેમ રેડી કરાવડાવો ત્યારે તમારા પ્રોફેશનને ધ્યાનમાં રાખવું જોઇએ, સ્ટાઇલ કે ફેશન ટ્રેન્ડને નહિં.’ સિટીની આઇ.ડી.ટી. ઇન્સ્ટીટ્યુટમાં લુક વિશે યોજાયેલા એક પ્રેઝન્ટેશનમાંઆ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સિટી ભાસ્કરે પ્રોફેશન પ્રમાણે ચશ્માની કેવી ફ્રેમ સિલેક્ટ કરવી જોઇએ એની માહિતી મેળવી હતી.
ક્લાયન્ટને કન્વીન્સ કરવાના હોય તો રેક્ટેંગલ ફ્રેમ પહેરો, ટ્રસ્ટ ડેવલપ થશે
પ્રોફેશનલ હોવ તો..
રિમલેસ ફ્રેમ પસંદ કરો
તમારે રીમ લેસ કે હાફ રીમ ફ્રેમ લેવી. આ ફ્રેમમાં સિલ્વર, ગોલ્ડ કે ઘ્રે કલર્સ સિલેક્ટ કરી શકાય. ડાર્ક ફ્રેમ સિલેક્ટ કરવી નહિ. થોડા લાઈટ કલર્સની ફ્રેમ ચુઝ કરવી. રાઉન્ડ શેપની ફ્રેમ તમને ડફિન્ટ અને અનોખો પ્રીમિયમ લુક આપશે.
સેલ્સ સાથે જોડાયા હોવ તો
રેક્ટેંગલ ફ્રેમ બેસ્ટ રહેશે
તમારે ક્લાયન્ટને કન્વીન્સ કરવાના હોય છે. આથી મિડિયમ રેક્ટેંગલ શેઈપની ડાર્ક બ્લુ કે બ્લેક ફ્રેમ સિલેક્ટ કરો. આ ફ્રેમ ક્લાયન્ટને તમારા માટે ટ્રસ્ટ ડેવલપ થશે.આ પ્રોફેશનના લોકોએ ફન્કી ફ્રેમ સિલેક્ટ કરવી નહિ.
ફિક્વન્ટ ટ્રાવેલર હોવ તો
એરોડાયનેમિક ફ્રેમ લો
તમે ફિક્વન્ટ ફ્લાયર હોવ કે બિઝનેસ માટે એક સિટીથી બીજી સિટીમા ડ્રાઈવ કરીને જતા હોવ તો તમારે એરોડાઈનામિક શેપની ફ્રેમ સિલેક્ટ કરવી જે થીન હોય છે. પોલીકાર્બોનેટ ના ડે નાઈટ ગ્લાસસિ સિલેક્ટ કરવું. થીન ગ્લાસ જ સિલેક્ટ કરવા.
સ્ટુડન્ટ હોવ તો..
લાર્જર સાઇઝ ફ્રેમ લો
લાર્જર સાઈઝ ફ્રેમનો ક્રેઝ જોવા મળે છે. ફન્કી લુક માટે યલો, રેડ, સ્કાઈ બ્લુ કે પેરોટગ્રીન, બ્લેક કલરની થીક ફ્રેમ સિલેક્ટ કરવી. જેમાં તમે જીઓમેટ્રીક પેટર્ન પણ સિલેક્ટ કરી શકો છો. આ સિવાય ડિફરન્ટ કલરની ફ્રેમ સારી લાગશે.
ફ્રેમ પર્સનાલિટી બદલી શકે છે
આ પ્રેઝન્ટેશનમાં આઇ.ડી.ટીના અનુપમ ગોએલે કહ્યું કે, ‘ચશ્માની ફ્રેમ પણ પર્સનાલિટી રિફ્લેક્ટ કરતી હોય છે. ચશ્માની ફ્રેમ ચહેરાનો લુક બદલી શકે છે અને પર્સનાલિટી પણ. આથી એના સિલેક્શન વખતે તમે કયા પ્રોફેશન સાથે જોડાયેલા છો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, કડકમિજાજી લુક જોઇતો હોય તો જાડી બ્લેક ફ્રેમ બેસ્ટ ઓપ્શન છે.