• Gujarati News
  • Entire Country Is Now Attendant Outer Ring Road Of Surat

સુરતના આ આઉટર રિંગ રોડને હવે આખો દેશ અનુસરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોડેલના પ્રેઝન્ટેશન માટે કેન્દ્ર સરકારે ખાસ બેઠક બોલાવી
- પ્રોજેક્ટને વૈકલ્પિક આવક તરીકે દર્શાવાનો મુદ્દો અસરકારક નિવડ્યો
સુડાના આઉટર રિંગરોડને સાકાર કરવા માટે કમિશનર દાસે તૈયાર કરેલો પ્લાન દેશભરમાં રોલ મોડેલ બન્યો છે. આઉટર રિંગરોડ માટે નાણાંનું આયોજન કરવા માટે પેઈડ એફએસઆઈ વેચીને ૧૧,૯૬૦ કરોડ ઊભા કરી શકાય છે. રોડની જગ્યાની સાથે આસપાસના વિસ્તારમાં ટીપી સ્કીમ મૂકીને જાહેર ઉપયોગ માટે જમીન પણ મેળવી શકાય તેમ છે.
નાણાંકીય ભીડની સ્થિતિને નિવારીને પણ પ્રોજેક્ટ સાકાર કરી શકાય તેમ છે. એવો સાર આ મોડેલમાંથી નીકળતો હોઈ આવા આર્થિ‌ક મોડેલને દેશભરમાં અનુકરણ કરવા માટે કેન્દ્રના શહેરી વિકાસ વિભાગે પાલિકાના કમિશનર મનોજકુમાર દાસ પાસે પ્રેઝન્ટેશન કરાવવા ખાસ બેઠક બોલાવી હતી. એટલું જ નહીં તમામ રાજ્યોને માટે એક માર્ગદર્શિ‌કા પણ જારી કરી દીધી છે.
સુડાના આઉટર રિંગરોડને સાકાર કરવાના આર્થિ‌ક આયોજનનો પ્લાન દેશના તમામ શહેરો માટે માર્ગદર્શિ‌કા બન્યો છે. કેન્દ્રના શહેરી વિકાસ વિભાગના સચિવ સુધીર ક્રિષ્નાએ આ અંગેની એક માર્ગદર્શિ‌કા તમામ રાજ્યોના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને મોકલી છે.
જે તે શહેરની સ્થાનિક સ્થિતિ પણ ભાગ ભજવે છે, પરંતુ પ્રોજેક્ટ સાકાર કરવા માટે સામે આવતા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન આ મોડેલમાં છે. જ્યાં નાણાંભીડની સ્થિતિ છે. રોડ માટે જમીન મેળવવામાં માલિકો સાથે કાનૂની અવરોધોમાં લાંબો સમય નીકળી જાય છે. તેવી જગ્યાએ આ મોડેલ આદર્શ બની શકે તેમ છે.
- દાસે ૬૩ શહેરોના કમિશનર્સને સંબોધ્યા
સુડાના આઉટર રિંગરોડને સાકાર કરવા માટેના આર્થિ‌ક અને વહીવટી મોડેલથી પ્રભાવિત થયેલા કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગે હાલમાં જ દિલ્હી ખાતે એક ખાસ બેઠક બોલાવી હતી. તેમાં દસ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોના કમિશનર્સ અને તમામ રાજ્યોને શહેરી વિકાસ વિભાગના સચિવોને બોલાવાયા હતાં. તેમની સમક્ષ સુડાના આઉટર રિંગરોડને સાકાર કરવા માટેના પ્લાનનું પ્રેઝન્ટેશન કરાવાયું હતું. એટલું જ નહીં દોઢ કલાક સુધી તમામ અધિકારીઓને આ પ્રોજેક્ટની વિગતોને દર્શાવવા માટેનું ખાસ આયોજન કરાયું હતું’, તેવું પાલિકાના કમિશનર મનોજકુમાર દાસનું કહેવું હતું.
- પ્લાન કેમ અનુકરણીય ગણાયો?
૬૬ કિલોમીટર લાંબો અને ૯૦ મીટર પહોળા આઉટર રિંગરોડને પાંચ વર્ષમાં વિકસાવવાની પ્રક્રિયામાં એફએસઆઈ વેચાતી આપીને ૧૧,૯૬૦ કરોડ રૂપિયા મેળવી શકાય તેવી ગણતરી કરાઈ છે. તેમાંથી આઉટર રિંગરોડ પાછળ પ,૭૯૬ કરોડ રૂપિયા ખર્ચ કરીને બાકીની રકમ અન્ય પ્રોજેક્ટ પાછળ વાપરી શકાય તેમ છે. માત્ર પેઈડ એફએસઆઈથી આવક ઊભી કરવા ઉપરાંત રસ્તા માટેની જમીન મેળવવામાં માલિકો સાથે કાનૂની દાવપેચમાં પ્રોજેક્ટ ઘોંચમાં નહીં પડે તેમજ સાથોસાથ પાણી, ડ્રેનેજ, રસ્તા, ગાર્ડન, સ્કુલ્સ, જેવી સુવિધા માટે જમીનો પણ મળી શકે, તે માટે આઉટર રિંગરોડને સ્પર્શતા વિસ્તારમાં ટીપી સ્કીમનું આયોજન કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી શકે તેમ છે. એટલે,આ મોડેલમાં પ્રોજેક્ટના ખર્ચનું ભારણ પણ બારોબાર નીકળી જાય. ઉપરથી આવક થાય અને જમીન મેળવવામાં આવતી અડચણો પણ આપોઆપ દૂર થઈ જાય તેમ છે.
- દિલ્હીમાં ખાસ પ્રેઝન્ટેશન કરાવાયું હતું
આ મોડેલમાં આર્થિ‌ક સમસ્યાની સાથે ઘણાં વહીવટી પ્રશ્નોના પણ ઉકેલ આવી જાય તેમ છે. એ જાણીને દિલ્હીમાં ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરના કમિશનર્સ સમક્ષ વિશેષ બેઠક બોલાવી પ્રેઝન્ટેશન કરાવાયું હતું. તેમાં તમામ શહેરના અધિકારીઓ આ કન્સેપ્ટ જાણીને ખૂબ પ્રભાવિત થયાં હતાં.’
- મનોજકુમાર દાસ, કમિશનર,પાલિકા.