• Gujarati News
  • Employment On The Basis Of A Fake Certificate, A Female Radiologist Catches

નકલી પ્રમાણપત્રના આધારે નોકરી, મહિ‌લા રેડિયોલોજિસ્ટની અટક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોજગાર કચેરીના પ્રમાણપત્રમાં ટકાવારી વધારવા મુદ્દે તપાસમાં બે વર્ષે બહાર આવેલી વિગત, પ્રમાણપત્રની ખરાઈમાં બેદરકારી બદલ કચેરીના કર્મચારીની પણ અટક

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઇ ખાતે આવેલી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીકસીટી કોર્પો.લી.ની હોસ્પિટલમાં એકમાત્ર રેડિયોલોજિસ્ટ ટેકનિશિયન કમ પેથોલોજિસ્ટ ટેકનિશિયનની એકમાત્ર જગ્યા ભરવા માટે ભરતી કરાઈ હતી. આ સમયે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી બીએસસી તથા ડીએમએલડી (ડીપ્લોમા જગ્યા ભરવા ટેકનોલોજિસ્ટ)માં ૬૦ ટકા કે તેથી વધુ માર્ક ધરાવતા ઉમેદવારોની નિમણૂકક કરવાની હતી. જીએસઇસીએલએ લીસ્ટ મંગાવી ૧૨ ઉમેદવારોમાંથી એક ઉમેદવારને નિમણૂક આપી હતી. આ ઉમેદવારે રોજગાર વિનિમય કચેરીના જુનિયર ક્લાર્ક પાસે વધુ ટકાવારી ધરાવતો જોબકાર્ડ બનાવડાવી નોકરી મેળવી લીધી હતી. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન આ બધા પ્રમાણપત્રો ખરાઇ કરવામાં બેદરકારી દાખવી ખોટા પ્રમાણપત્રોને સાચા બતાવી તેના પર સહી કરનારા જીએસઇસીએલના સિનિયર ક્લાર્ક પણ તેમાં સામેલ હોવાનું બહાર આવતા એલસીબીમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં બંને કસુરવારોની અટક કરી હતી.

ગત તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઇ વિસ્તારમાં કાર્યરત ગુજરાત ટેસ્ટ ઇલેક્ટ્રીસિટી કોર્પો. લી.ની હોસ્પિટલમાં એકમાત્ર રેડિયોલોજિસ્ટ ટેકનિશિયન કમ પેથોલોજિસ્ટ ટેક્નિશિયનની એક જગ્યા માટે એમ્પોલોટમેન્ટ એક્સચેન્જમાંથી બીએસસી, એમએસસી તથા ડીએમએલટી (ડીપ્લોમાં મેડીકલ અને ટેક્નોલોજિસ્ટ)માં ૬૦ ટકા કે તેથી વધુ માર્ક ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવાની હતી. આ બાબતે જીએસઇસીએલએ લીસ્ટ મંગાવી ૬૦ ટકાથી વધુ માર્ક ધરાવતા ૧૨ ઉમેદવારો પૈકી દિપીકબેન છગનલાલ પટેલ (રહે. ઉકાઇ જીએબી કોલોની, તા. સોનગઢ, જી. તાપી)એ ઓરીજનલ પ્રમાણપત્રો પર ડીએમએલટીમાં કુલ ૮૦૦ માર્કમાંથી ૪પપ માર્ક મેળવેલા હતા એટલેકે તેના પ૬.૮૬ ટકા હતા, પરંતુ તેણીએ રોજગાર વિનિમય કચેરીમાંથી ખોટો દસ્તાવેજ તરીકે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના જુનિયર ક્લાર્ક રવીન્દ્રભાઇ પ્રતાપભાઇ ચૌધરી (રહે. ડુંગરી ફળિયું આંબીયા, તા. વ્યારા) પાસે ડીએમએલટીમાં ૭૧.૯૦ ટકાનો જોબકાર્ડ બનાવડાવી દીધો હતો અને તેનો ફાયદો ઉઠાવી દિપીકાબેન નોકરી મેળવી લીધી હતી.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન દિપીકાબેનના પ્રમાણ પત્રો ખોટા હોવા છતાં તેને ખરા તારીકે ખરાઇ કરી આપનાર જીએસઇસીએલના ક્લાર્ક મગનભાઇ નોમાભાઇ પટેલ (રહે. નવસારી)ની પણ આ નોકરીમાં નિમણૂક કરવામાં ગોબાચારીના ગુનામાં દિપીકાબેન દ્વારા રજુ કરાયેલા ખોટા પ્રમાણપત્રો ખરા સહી કરેલી હોવાની સંડોવણી બહાર આવી હતી. આથી જે તે સમયે મગનભાઇની તાપી જિલ્લા એલસીબીએ ધરપકડ કરી તપાસ કરી હતી.