આંબાવાડીમાં વીજમોટર અને કેબલની ચોરીથી ખેડૂતો હેરાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આંબાવાડીમાં વીજમોટર અને કેબલની ચોરીથી ખેડૂતો હેરાન
- મહિ‌લા ખેડૂતના ખેતરમાંથી સતત ત્રીજીવાર વીજ કેબલલાઈની ચોરી


માંગરોળ તાલુકાના આંબાવડી ગામે ગામે ઈલેક્ટ્રીક મોટરના વીજ કેબલની વારંવાર ચોરીઓ થતાં ખેડૂતો કેબલ ચોરીના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયા છે.મળતી વિગતો અનુસાર વાંકલ આંબાવડી સહિ‌ત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં મૂકેલી ઈલેક્ટ્રીક સબમર્શીબલ મોટરો અને તેના વીજ કેબલની ચોરીના બનાવો બની રહ્યાં છે. જેમાં આંબાવાડી ગામના મહિ‌લા ખેડૂત કુંતાબહેન હનુભાઈ ચૌધરી (રહે. કુડી ફળિયા) એ પોતાની બ્લોક નં ૧૪૮વાળી જમીનમાં શેરડી કપાસ જેવા પાકની વાવણી કરી છે. આથી સિંચાઈનું પાણી ઈલેક્ટ્રીક સબમર્શીબલ મોટરનો ઉપયોગ કરી લઈ રહ્યાં છે.

ગત મંગળવારની રાત્રિએ ચોર ટોળકી અંદાજિત ૩પ૦૦ના વીજ કેબલની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. આ બાબતે ખેડૂતે જણાવ્યું છે છેલ્લા બે માસના સમયમાં ત્રણ વખત કેબલની ચોરી થઈ છે. જેમાં કેબલના ખર્ચ કરતાં બોરમાંથી મોટરો કાઢવાનો લેબલ ચાર્જ વધી જાય છે.

આમ છતાં અમારે કૃષિપાક બચાવવા દેવું કરીને ખર્ચ પડે છે. મારા જેવા ઘણાં ખેડૂતો કેબલ ચોરીનો ભગો બની રહ્યાં છે. પરંતુ નાની ચોરી માની ખેડૂતો ફરિયાદ કરતાં નથી. પરંતુ સતત ત્રીજીવાર કેબલની ચોરી થતાં અમે વાંકલ આઉટ પોસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.