• Gujarati News
  • Education Minister Bhupendra Singh Talk About Clean Toilet Surat

બાળકો પાસે જાજરું સાફ નહીં કરાવાય : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો પાસે જાજરું સાફ નહીં કરાવાય : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ડિંડોલી શાળા મુદ્દે ડિપીઇઓનો ખુલાસો મગાશે
ભાસ્કરના અહેવાદ બાદ શિક્ષણ મંત્રીની જાહેરાત

સુરત: સુરત જિલ્લા પંચાયતની ડિંડોલીની આદર્શ પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી બળજબરીપૂર્વક જાજરુ સાફ કરાવવાના દિવ્યભાસ્કરના અહેવાલને રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગંભીરતાથી લઇને જણાવ્યું હતું કે હવે કોઈ પણ સંજોગોમાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવશે નહીં તેની બાહેંધરી આપીએ છે.આ મુદ્દે ચાઇલ્ડ હેલ્પ લાઈનની સાથે જિલ્લામાં બાળકોના હિતોનું રક્ષણ કરતી જિલ્લા બાળ સુરક્ષા એકમ પણ હરકતમાં આવ્યું છે.શનિવારે ફરીથી બાળકોના વાલી" સાથે શાળાના સ્ટાફે શનિવારે આ મુદ્દે ફરી એક વખત મિટિંગ રાખી છે.

પ્રાથમિક શાળામાં સફાઈ કામદાર નહીં રાખવાની જિલ્લા પંચાયતની નિતીના કારણે શાળામાં ભણતા ભુલકા"ને પીસાવું પડે છે. ડિંડોલની આદર્શ પ્રાથમિક શાળામાં બળજબરી પૂર્વક જાજરુ સાફ કરતા બાળકો કેમેરામાં કેદ થઇ ગયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વીન પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નાનુ વાનાણીના નફ્ફટ વલન બાદ આજ રોજ રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તમારા માધ્યમથી આ મુદ્દો ધ્યાન પર આવ્યો છે. હવે કોઈ પણ સંજોગોમાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવશે નહીં.

બીજી તરફ ચાઇલ્ડ હેલ્પ લાઈનની સાથે-સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળકોની વહારે આવ્યું છે. ચાઇલ્ડ હેલ્પ લાઈન આ બાબતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગને ફરિયાદ કરશે તો જિલ્લા બાળ સુરક્ષા એકમ ડિપીઇ" એમ.બી.પટેલ પાસે તેમના તાબાની શાળ‌ામાં બાળકો પાસે આવું હિન કૃત્ય કરવા બાબતે ખુલાસો માંગશે. વાલી"નો રોષ,ચાઇલ્ડ હેલ્પ લાઈન અને જિલ્લા બાળ સુરક્ષા એકમ હરકતમાં આવતા આજ રોજ ડિંડોલીની શાળાના શિક્ષકોઅે જાતે સફાઈ કરી હતી.
સાફ નહીં કરાવીએ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...