સપનાનું ઘર નાનું નહીં મોટું જ હોવું જોઇએ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઘર નાનું હોય કે મોટું એ જરૂરી નથી, પારલેપોઇન્ટના આ બે બેડરુમનાં ફ્લેટને રિનોવેટ કરતી વખતે બધી જ દિવાલો તોડી નાંખી ફરીથી આખું ઘર બનાવવામાં આવ્યું.
- બહાર દેખાતા ગુલમહોરનાં વ્યૂ માટે આખી દિવાલ તોડી નંખાય, એવી જ ફિલ માટે દિવાલ પર ફ્લોરલ ડિઝાઇન બનાવાઇ
સપનાનું ઘર નાનું કે મોટું નથી હોતું. ઘર એટલે જ્યાં તમે બેઉ હાથ ખુલ્લા કરી મજેથી આળસ ખાઇ શકો. બે હાથ પ્હોળા કરી હળવાશની પળો એન્જોય કરવા માટે જરુરી નથી કે ઘર મોટું જ હોવું જોઇએ. નાનું ઘર હોય પણ પોતાનું હોય તો એ હળવાશની મજા જ કંઇ જુદી છે. પારલેપોઇન્ટ એરિયામાં આવેલું આ ઘર નાનું છે પણ આર્કિટેક્ટ જીજ્ઞેશ મોદીએ એને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે એ મોટું લાગે. આ ઘરને રિનોવેટ કરતી વખતે એની બધી જ દિવાલો તોડી નંખાઇ હતી.
ઘરની નાનામાં નાની દરેક જગ્યા કઇ રીતે મોટી દેખાઇ શકે એ વાત પર ફોકસ કરવામાં આવ્યું હતું. ઘરની એક બાજુની દિવાલ તોડી નાંખી બહારનો ગુલમહોરનો વ્યૂ આવે એનું ધ્યાન રખાયું છે. આ જ નેચરલ લુકને ઘરમાં સિન્ક્રોનાઇઝ કરવા માટે ઘરની દિવાલ પર ફ્લોરલ ડિઝાઇન મૂકવામાં આવી છે. આ ડિઝાઇન લાઇટ્સ અને પાર્ટિ‌શનમાં પણ લેવામાં આવી છે. આ રીતે ઘરમાં નેચરલ એલિમેન્ટસનો ઉપયોગ કરાયો છે. ડ્રોઇંગરુમમાં ફ્લોટિંગ ટેબલ મૂકાયું છે.
રૂમની એક દિવાલ એ રીતે ડિઝાઇન કરાઇ છે કે એક બેડરુમમાં એ વોર્ડરોબની વોલ બને છે અને બહારથી એને પેન્ટ્રી તરીકે ઉપયોગ કરી શકાય છે. લાઇટ્સનો ઉપયોગ પણ એવી રીતે કરવામાં આવ્યો છે કે જેથી ઘર મોટું લાગે.