તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપીમાં ડ્રેજિંગ કૌભાંડ: ૪૦૦ કરોડની માટી ૧.૧૩ કરોડમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરમાં એક ટ્રક માટી રૂ. પ૦૦૦ના ભાવે મળે છે જ્યારે પાલનો કોન્ટ્રાક્ટ એક ટ્રક માટીના માંડ રૂ. પ૦૦ના ભાવે ઠઠાડી દેવાયો છે
- ભુસ્તર કચેરી કહે છે અમે સિંચાઈ વિભાગના રિપોર્ટ બાદ હરાજી કરી છે, એડિ. કલેક્ટર કહે છે આ મામલો ગંભીર છે, તપાસ કરાશે
- ૪૦૦ કરોડની માટી ૧.૧૩ કરોડમાં વેચી દેવામાં આવી, તમામ રેતી લીઝધારકો સિન્ડીકેટ બનાવીને રાજ્ય સરકાર સાથે છેતરપિંડી કરી હોવાના ગુજરાત રાજય ખેડૂત સમાજના આક્ષેપ


વિયર કમ કોઝવેની ડાઉન સ્ટ્રીમ એટલે કે ભરીમાતાથી મગદલ્લા બ્રિજ સુધીના વિસ્તારમાં ૪૦૦ કરોડની માટી પાણીના ભાવે વેચવા માટે કારસો ગોઠવાયો હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ દ્વારા કરાયા છે. તેમાં સુરત શહેરના લીઝ ધારકોએ સિન્ડીકેટ બનાવીને પાલ ખાતેના ૧૮ હેકટરના બ્લોક રૂ.૧.૧૩ કરોડના પાણીના ભાવે જ મેળવી લીધા છે. જે બ્લોકની કિંમત અંદાજે રૂ.૪૦ કરોડ કરતાં વધારે થાય છે, પાલ ખાતે આવેલા એ-૧ અને એ-૨ બ્લોક પાણીના ભાવે મેળવવામાં ભુસ્તર કચેરી અને સરકારી અધિકારીઓની ભૂંડી ભૂમિકા છે.દરમિયાન રેતી લીઝ ખનનમાં એક દાયકા પહેલા રેતી લીઝધારકો,સિંચાઇ વિભાગ તથા તે મામલે પણ ગંભીર આક્ષેપ ગુજરાત રાજ્ય ખેડૂત સમાજે કર્યા છે.

વિયર કમ કોઝવેની ડાઉન સ્ટ્રીમ એટલે કે ભરીમાતાથી મગદલ્લા બ્રિજ સુધીના વિસ્તારમાં ૪૦૦ કરોડની માટી પાણીના ભાવે વેચવા માટે કારસો ગોઠવાયો હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ દ્વારા કરાયા છે. તેમાં સુરત શહેરના લીઝ ધારકોએ સિન્ડીકેટ બનાવીને પાલ ખાતેના ૧૮ હેકટરના બ્લોક રૂ.૧.૧૩ કરોડના પાણીના ભાવે જ મેળવી લીધા છે. જે બ્લોકની કિંમત અંદાજે રૂ.૪૦ કરોડ કરતાં વધારે થાય છે, પાલ ખાતે આવેલા એ-૧ અને એ-૨ બ્લોક પાણીના ભાવે મેળવવામાં ભુસ્તર કચેરી અને સરકારી અધિકારીઓની ભૂંડી ભૂમિકા છે.દરમિયાન રેતી લીઝ ખનનમાં એક દાયકા પહેલા રેતી લીઝધારકો,સિંચાઇ વિભાગ તથા તે મામલે પણ ગંભીર આક્ષેપ ગુજરાત રાજ્ય ખેડૂત સમાજે કર્યા છે.

કેવી રીતે કરાયું કૌભાંડ

હાલમાં ક્રિષ્ણા ડેવલપરે રૂ.૬૨.૨૦ લાખ અને આદિતી એન્ટરપ્રાઇઝ રૂ.પ૧.૭૬ લાખમાં પાણીના ભાવે લીઝ મેળવી છે. તેમાં જે છેતરપિંડીના આક્ષેપ કરાયા છે, તેની વિગત ગુજરાત રાજય ખેડૂત સમાજે રજૂ કરી છે.

હાલમાં પાલ ખાતે જે બ્લોકની હરાજી કરવામાં આવી છે, તેનો વિસ્તાર ૧૮ હેકટર એટલે ૧.૮૦ લાખ સ્કેવર મીટર થાય છે.

હવે ૧.૮૦ લાખ સ્કવેર મીટર જમીનમાં નિયમ પ્રમાણે ૩ મીટર ઉંડાઇ સુધી લીઝધારક ખોદી શકશે.જેમાંથી પ.૪૦ લાખ કયુબીક ઘનમીટર માટી નીકળવાની સંભાવના છે.
હવે એક ટ્રકમાં ૭ કયુબીક ઘન મીટર( અંદાજે ૧૦ ટન) જેટલી માટીનો સમાવેશ કરી શકાય છે.

પ.૪૦ લાખ કયુબીક ઘન મીટર માટી ભરવા માટે અંદાજે ૮૦,૦૦૦ જેટલી ટ્રકો જોઇએ.

હાલમાં સૌથી સસ્તી ગણાતી એવી કાળી માટી ( ચગુ)એક ટ્રકનો ભાવ રોયલ્ટી સાથે રૂ.પ૦૦૦ કે તેથી વધુ છે, તેમાં પણ જો પીળી માટી હોય તો આ માટીનો ભાવ રૂ.૧પ,૦૦૦ સુધી પહોંચે છે. માટીની ગુણવત્તા પ્રમાણે આ ભાવ હોય છે.

હાલમાં વિયર કમ કોઝવેની ડાઇન સ્ટ્રીમમાંથી પીળી માટી પણ નીકળી શકે છે, અને ચગુ એટલે કે કાળી માટી પણ નીકળી શકે છે, આ ચગુ એટલે કે કાળી માટીનો ભાવ ઓછામાં ઓછો ભાવ રૂ.પ૦૦૦ ટ્રક દીઠ ગણી શકાય.

હવે આ કિંમત ઓછામાં ઓછી રૂ.પ૦૦૦ ગણીએ તો ૧૮ હેકટરમાં રૂ.૪૦ કરોડ જેટલો ભાવ થાય છે.

હાલમાં બે લીઝ હોલ્ડરોને રૂ.૧.૧૩ કરોડનો ખર્ચ ગણીએ અને એક ટ્રક દીઠ લેબર અને મશીનરી સહિ‌ત આ ખર્ચ રૂ.૩૦૦ ગણીએ તો ઉપરનો વધારાનો ખર્ચ મહત્તમ રૂ.૨ કરોડ થાય છે, એટલેકે આ ભાવ રૂ.૩ કરોડની આસપાસ પહોંચે છે.

આમ રૂ.૪૦ કરોડ કરતાં વધારેની માટી કેવી રીતે રૂ.૩ કરોડના ભાવે પધરાવી દેવાઇ .

હવે આ જ ગણિત જો ૧પ૨ હેકટરમાં ગણીએ તો તેની કિંમત રૂ.૪૦૦ કરોડ કરતાં વધારે થાય છે. તો પછી પાણીના ભાવે કોના ઇશારે આ માટી વેચી દેવાનો તખ્તો ગોઠવાયો છે.

સિંચાઇ વિભાગ અને ભૂસ્તર વિભાગ અને રાજ્ય સરકારના ટોચના અધિકારીઓએ અપસેટ વેલ્યુ નકકી કરવામાં ભાંગરો વાટયો છે અને લીઝ હોલ્ડરો સાથે મળીને કરોડો રૂપિયાનો ખેલ કર્યો છે.

શું કહે છે જિલ્લા કલેક્ટર કચેરી

એડિશનલ કલેક્ટર રણજીતસિંહ બારડે જણાવ્યું કે આ મામલો અમને ગંભીર લાગે છે, હવે રેતી લીઝ હોલ્ડરોએ કોઇ છેતરપિંડી કરી હશે તો તેઓને છોડીશું નહી, ભૂસ્તર કચેરીને પણ છોડાશે નહીં, અમે ચોક્કસ તપાસ કાર્યવાહી કરીશું

શું કહે છે વિજીલન્સ ભુસ્તરવિભાગના વડા

રાજ્યના ભુસ્તર વિભાગના વિજીલન્સ વડા સુહાસ કાપ્સેએ જણાવ્યું કે તેઓ આ કિસ્સામાં તપાસ કાર્યવાહી કર્યા પછી કંઇ કહેશે, અમે ફરિયાદની નકલ મંગાવીશું અને તપાસ કરીશું

શું કહે છે લીઝ ધારક

માટી ખનનની કામગીરી સાથે સંકળાયેલા સલીમ ફ્રૂટવાળાએ જણાવ્યું કે અમે નિમ્ન સ્તરની માટી માટે રૂ.પ૦૦૦ ટ્રક પ્રમાણે લઇએ છે. સારી માટીનો બજાર ભાવ રૂ.૧પ,૦૦૦ કરતાં વધારે હોય શકે છે. અલબત્ત પુરાણ માટે જે માટી વપરાય છે, તેનો ભાવ રૂ. ૧પ,૦૦૦ જેટલો મહત્તમ હોય છે.

મામલો હાઇકોર્ટ સુધી લઇ જઇશું

ગુજરાત રાજ્યના ખેડૂત સમાજના મહામંત્રી જયેશ પટેલ (પાલ કોટન સહકારી મંડળી)જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એક દાયકા પહેલા નદીના ડાઉન સ્ટ્રીમમાં ડ્રેજિંગ ન કરવા દેવા માટે રિપોર્ટ કર્યો હતો, હવે ડ્રેજિંગ કરાઇ રહ્યું છે અને તેમાં મુઠ્ઠીભર રેતી લીઝ હોલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો કરવાનો તખતો છે. આ મામલાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું.

હું પાછલા રેકર્ડ ચેક કરાવીશ

પ્રશાંત પંડયા સાથે સીધી વાત


તમે કેવી રીતે અપસેટ વેલ્યુ નકકી કરી?
અમે રોયલ્ટીને આધારે અપસેટ વેલ્યુ નકકી કરી છે.

શું તમને ખબર છે કેટલી માટી નીકળવાની છે?
તે કામ અમારું નથી, તે કામ સિંચાઇ વિભાગનું છે.

તમને ખબર છે કે લીઝ હોલ્ડરોની સિન્ડીકેટ હતી?
ના, એવું હશે તો અમે તપાસ કરીશું, અમે પહેલેથી સિન્ડીકેટ ન ગોઠવવા માટે ચિમકી આપી હતી.

તમને ખબર છે તાપીમાં અગાઉ ડાબા કાંઠામાં આવી સિન્ડીકેટ બનાવીને પાણીના ભાવે લીઝ મેળવવાની ગેરરિતી પકડાઇ હતી?
ના, મને ખબર નથી, આવું કઇક પણ હશે તો કાર્યવાહી કરાશે, હું પાછલા રેકર્ડ ચેક કરીશ

તમને ખબર છે કે તમારી પર ગેરરિતીના આક્ષેપ કરાયા છે.
રાજ્ય સરકાર ડ્રેજીંગ માટે રૂ.૨પ૦ કરોડ ખર્ચ કરવા તૈયાર હતી, તે રેતી લીઝ ધારકો આપણને મફતમાં કરી આપશે.જેને જે આક્ષેપ કરવા હોય તે કરે.