• Gujarati News
  • Diwali Festival Surat People Get Shopping Latest News

દિવાળીની ખરીદી માટે સુરતીઓ ઉમટ્યા, શહેરભરમાં ચક્કાજામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( શહેરભરમાં ચક્કાજામ )

દિવાળીની ખરીદી માટે સુરતીઓ ઉમટ્યા, શહેરભરમાં ચક્કાજામ
સ્ટેશનથી માંડીને રાજમાર્ગ, ચોક, મુગલીસરા, ઉધના, વરાછા, કતારગામ સુધી ફસાયા
રાજમાર્ગ પર લોકોએ રસ્તા પર જ વાહનો પાર્ક કરી દેતાં સ્થિતિ વણસી

સુરત: દિવાળીની રજાઓ શરૂ થતાં જ તહેવારોની ખરીદી માટે લોકો ઉમટી પડતાં શહેરના મુખ્ય માર્ગો પર ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્ટેશન, રાજમાર્ગ, રિંગરોડ, ઉધના મેઇન રોડ, મુગલીસરા રોડ, વરાછા, કતારગામ રોડ સહિતના માર્ગો પર લોકોની ભીડ ઊમટતાં હજારો લોકો દિવસ દરમ્યાન ટ્રાફિકમાં અટવાયા હતા.દિવાળી વેકેશન શરૂ થતાં છેલ્લા દિવસોમાં તહેવારો માટેની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે વાહનો લઈ નીકળી પડતાં સોમવારે શહેરના વિવધ માર્ગો પર ઠેર-ઠેર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. રાજમાર્ગ અને મુગલીસરા રોડ ખાતે રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદી કરવા માટે આવતા લોકો રસ્તા પર વાહનો પાર્ક કરી ખરીદી કરવામાં વ્યસ્ત થઈ જતા હોવાને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી.