તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવડે રોપ્યો સૂરજ...હવે અજવાળું જ અજવાળું...!!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇએનઆઇએફડીમાં દિવાળીના સેલિબ્રેશન નિમિત્તે સ્પેશિયલ ફેસ્ટિવલ ફેસ્ટનું આયોજન કરાયું હતું. એક અઠવાડિયું ચાલેલી આ ફેસ્ટમાં સ્ટુડન્ટ્સે દિવાળીના પાંચે ય દિવસોને રજૂ કરતા ગારમેન્ટ્સની ડિઝાઇન્સ પણ રજૂ કરી હતી. આ ફેસ્ટિવ ફેસ્ટમાં જુદી જુદી કોમ્પિટીશન સાથે દિવાળીનું સેલિબ્રેશન પણ કરાયું હતું. જેમાં સ્ટુડન્ટ્સ દિવાળી નિમિત્તે ટ્રેડિશનલ ડ્રેસીસમાં સજ્જ થઇ આવ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસીસની સાથે એમણે ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સ પણ પર્હેયા હતા. ફેસ્ટિવ ફેસ્ટના ભાગ રૂપે સેલિબ્રેટ થયેલી દિવાળીમાં સ્ટુડન્ટ્સે ડિઝાઇનર કોડિયા પણ તૈયાર કર્યા હતા. એમણે જાતે તૈયાર કરેલા ડિઝાઇનર કોડિયાને પ્રગટાવ્યા હતા અને ફટાકડા ફોડીને દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનનો એક હેતુ ફેસ્ટિવ ગારમેન્ટ્સના ડિસલેનો પણ હતો.