તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર ભારત જ નહીં અન્ય ૨૨ દેશોમાં આવીરીતે ઉજવાય છે દિવાળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દેશના અન્ય રાજ્યોમાં અગિયારસથી દિવાળીના તહેવારો શરૂ નથી થતાં. બલ્કે દિવાળીના દિવસનું મહત્ત્વ , દરિયાપારના દેશોમાં પણ દિવાળીનું મહત્ત્વ છે

દિવાળીના તહેવારો અને ગુજરાતી નવું વર્ષ ફક્ત ગુજરાત, ગુજરાતીઓ કે ભારતીયો માટે જ મહત્ત્વનું છે એવું નથી, દેશના તમામ રાજ્યમાં દિવાળીના દિવસોનું અલગ અલગ મહત્વ છે. દેશના અન્ય રાજ્યોમાં ગુજરાતની જેમ અગિયારસથી દિવાળીના તહેવારો શરૂ નથી થતાં. બલ્કે દિવાળીના દિવસની મહત્તા જરૂર છે. એતોઠીક દરિયાપારના દેશોમાં પણ દિવાળીના તહેવારનું એટલું જ મહત્ત્વ છે. એટલે પ્રકાશપર્વ મનાતા દિવાળીનું તેજ વિદેશોમાં પણ પથરાશે.

વિદેશમાં પણ ફક્ત એશિયાના દેશોમાં નહીં પણ નાઇટ કલ્ચરના જનક એવા પ‌શ્ચિ‌મના દેશોમાં પણ દિવાળીની ઉજવણી થશે. વિશ્વના કુલ ૨૨ દેશોમાં દિવાળીની ધૂમ મચશે. ભારતની સાથે સાથે દક્ષિણ એશિયામાં આવતા નેપાળ કે શ્રીલંકામાં તો દિવાળીના તહેવારની ઉજવણી કરવાની પરંપરા છે. જોકે, ભારતીય લોકો વિદેશમાં જ્યાં જ્યાં સ્થાયી થયાં છે ત્યાં પણ ભારતીય સંસ્કૃતિની પ્રણાલી અને પરંપરાઓને સ્થાપી છે. એટલે વિશ્વના ૨૨ જેટલાં દેશોમાં પણ દિવાળીના તહેવારની પરંપરાના બીજ વર્ષો પૂર્વે રોપાયા હતાં.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...