• Gujarati News
  • Dakshesh Thakar Chancellor Of South Gujarat University Talks With Divyabhaskar

માર્કશીટમાં ઝીરો, જીવનમાં હીરો: માર્કસનો સરવાળો જિંદગીની બાદબાકી કરી શકતો નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કશીટોનાં મીંડાં જિંંદગીને શૂન્ય કરી શકવાની તાકત ધરાવતા નથી. અહીં એવા માણસોની વાત છે જેમની માર્કશીટમાં ક્યારેક નાપાસ લખાયેલું હતું પણ એમણે સખત મહેનત કરી અને જિંદગીએ આજે તેમની માર્કશીટમાં લખ્યું છે ‘પાસ વિથ ડિસ્ટિંક્શન’. નાપાસ થવાના ડરે હતાશામાં સરી પડતા વિદ્યાર્થીઓ કે દેખા-દેખી ખાતર દબાણ ઊભું કરતાં તેમના માતા-પિતા માટે ઉદાહરણરૂપ બની શકે તેવા લોકોની વાત દિવ્ય ભાસ્કર ‘માર્કશીટમાં ઝીરો જીવનમાં હીરો’ શ્રેણી અંતર્ગત રજૂ કરી રહ્યું છે. આ લોકોએ કેવી રીતે નિષ્ફળતા સફળતામાં ફેરવી એ વાંચો, તેમના પોતાના શબ્દોમાં...
Paragraph Filter
-માર્કસનો સરવાળો જિંદગીની બાદબાકી કરી શકતો નથી
-ધો. 12માં 3 વિષયમાં ફેલ અને ગણિતમાં શૂન્ય માર્કસ આવ્યા છતાં તેમણે શિક્ષક બનવાના ધ્યેયને સખત મહેનતથી સાકાર કર્યું
બાળકના દફતરને વાંચવા ટેવાયેલી આપણી આંખો બાળકના ચહેરાને કેમ વાંચી શકતી નથી
‘એ દિવસ જિંદગીમાં ક્યારેય નહીં ભુલાય. એ દિવસે ધો. 12નું પરિણામ હતું. મારા પિતાજી શાળામાં શિક્ષક હતા. શાળાના પટાવાળાએ કહ્યું, તમે ત્રણ વિષયમાં નાપાસ થયા છો અને ગણિતમાં તો 150માંથી ઝીરો માર્ક્સ આવ્યા છે. તમારા પિતાજી ભયંકર ગુસ્સામાં છે અને અંદર લાકડી લઈને બેઠા છે. માર્કશીટ લેવા જવાની મારી હિંમત તૂટી ગઈ હતી. મને થયું હવે માર તો પડવાનો જ છે અને ઘરની બહાર નીકળી ગયો. મેં નક્કી કરી લીધું હતું કે આ પરીક્ષામાં ભલે નાપાસ થયો પણ હવે જિંદગીની પરીક્ષામાં ગોલ્ડ મેડલ સાથે પાસ થઈને બતાવીશ.
મને પહેલેથી સાહિત્યમાં રુચિ હતી પણ મા-બાપના આગ્રહને કારણે મારે સાયન્સ લેવું પડ્યું હતું અંતે હું ફેલ થયો. પરીક્ષાના ડરથી અંતિમ પગલું ભરનારી રાજકોટની માસૂમ હિરલ કે વરાછાના પીયૂષ જેવા બાળકો એ લીધેલા અંતિમ પગલાના સમાચાર સાંભળું છું ત્યારે થાય છે કે એમની પ્રતિભા જુદા માર્ગે વાળી શકાઈ હોત તો તેઓ પણ સફળ થઈ ગયા હોત. એ દિવસે નાપાસ તો હું પણ થયો હતો પણ મારી જાતને નાપાસ ગણવા ઇચ્છતો નહોતો. પહેરેલા કપડે ઘરની બહાર નીકળી ગયો જે બસ મળી એમાં બેસી ગયો. છેલ્લું સ્ટેન્ડ આણંદ હતું. ત્યાં બસ સ્ટેન્ડમાં રાત્રે સૂઈ ગયો.
વહેલી સવારે એક ગુજરાતી અખબારના તંત્રી ફરતાં-ફરતાં બસ સ્ટેન્ડમાં આવ્યા આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...