સુરતઃ હરેકૃષ્ણ એક્સ.ની આગમાં લાખોના હીરા ગાયબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડાયમંડ કંપનીના મેનેજરે પોલીસ સ્ટેશનમાં નુકસાનની ફરિયાદ આપી, પોલિશિંગના હીરા સહિ‌તનો સમાવેશ

કતારગામ મેઈન રોડ પર હરેક્રિષ્ના એક્ષપોર્ટ પ્રા.લીના બોઈલર રૂમમાં લાગેલી આગની ઘટનામાં પોલીસીંગના હીરા સહીત ફર્નિ‌ચર,વાયરિંગ, બાઈલર મળી કુલ્લે રૂપિયા ૯૦ લાખના નુકશાનની કતારગામ પોલીસ મથખે જાણવા જોગ ફરિયાદ નોંધાય છે.

કતારગામ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ મેઈન રોડ પર આવેલા હરેક્રિષ્ના એક્ષપોર્ટ પ્રા.લીના ચોથા માળે આવેલા બોઈલર રૂમમાં સોમવારે બપોરના ૨.૧પ કલાકે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને લીધે બોઈલર રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડના ઓફિસરો પ્રકાશ પટેલ, દોઢિયા, અને સાલુંકે બે ફાયર ફાઈટર અને એક ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

આ ઘટનામાં કતારગામ પોલીસ મથકે સોમવારે મોડી રાત્રે હરેક્રિષ્ના એક્ષપોર્ટના મેનેજર નરેશ વિરજીભાઈ લૂંભારિયા (પ૩) (રહે-બી-૧૨, વિશાલનગર, કતારગામ ) એ કતારગામ પોલીસ મથકે ફર્નિ‌ચર, વાયરિંગ, બોઈલર, પોલીસીંગના હીરા તથા ચોમેટવાળા હીરા મળી કુલ્લે રૂપિયા ૯૦ લાખનુ નુકશાનની ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી.

- કાદવ કીચડમાં હીરા મિક્સ થઈ ગયા

સોમવારે કતારગામની ફેકટરીમાં એસિડના પ્લાન્ટમાં આગ લાગી હતી, જેને કારણે નીચેના ફલોર પર ધુમાડો ગયા હતા.જ્યાં કારીગરો કામ કરતા હતા, તેમની પાસે જે એક હીરાનું પડીકું હતું અને ૪૦ છુટા હીરા હતા. ધુમાડાને કારણે હીરા મુકીને કારીગરો રૂમમાંથી બહાર નિકળી ગયા હતા. તે પછી આખો રૂમ ભસ્મીભૂત થઈ ગયો હતો. ફર્નિ‌ચર પણ બળીને ખાખ થઈ જતા કાદવ કીચડમાં હીરા મિક્સ થઈ ગયા હતા.પાણીના મારાને કારણે જે ઝીણા હીરા હતા તે તો મળવા મુશ્કેલ છે.હીરા અને ફર્નિ‌ચર સાથે અમારી રૂપિયા ૯૦ લાખની નુકશાની થઈ છે, જો કે અમને ચિંતા નથી , કારણ કે કંપનીનો આખી બિલ્ડીંગનો વિમો છે.
- સવજીભાઈ ધોળકીયા, ચેરમેન, શ્રી હરેક્રિષ્ણા એક્સપોર્ટસ