'હમણાં આવું છું’ કહીને નીકળેલા હીરાદલાલની લાશ તાપી માંથી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

'હમણાં આવું છું’ કહીને નીકળેલા હીરાદલાલની લાશ તાપી માંથી મળી
કોઈ ઝઘડો કે પરેશાની ન હોવા છતાં આકરા પગલાથી મુંઝવણ
કાપોદ્રાના ૨૬ વર્ષીય યુવાન રહસ્યમય રીતે ગુમ હતો


સુરત: ગત મંગળવારના રોજ પોતાના ઘરે 'હમણાં આવું છું’ તેમ કહીને નીકળેલા કાપોદ્રાના ૨૬ વર્ષી‍ય યુવાન હીરા દલાલ પરત નહીં ફરી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ તેની ત્રીજા દિવસે એ.કે. રોડના પંચમુખી હનુમાન મંદિર પાસે તાપી નદીમાંથી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્મીમેર હોસ્પિટલ તથા કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની જીવરાજભાઈ સુતરિયાનો ૨૬ વર્ષીય પુત્ર સંદીપ તેના મિત્ર વર્તુળ સાથે હીરાની લે-વેચનો ધંધો કરતો હતો. દરમિયાન ગત મંગળવારના રોજ ઘરેથી 'હમણા આવું છું’ તેમ કહીને નીકળ્યા બાદ તે પરત ફર્યો ન હતો. તેથી તેના ગુમ થયાની જાણ કાપોદ્રા પોલીસને કરાઈ હતી.

દરમ્યાન સંદીપની પરિવારજનોએ શોધ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. જોકે ત્રીજા દિવસે ગુરુવારે એ.કે. રોડ ભક્તિનગર પાસેના પંચમુખી હનુમાન મંદિર પાસેથી સવારના ૧૧.૩૦ કલાકે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં ફાયરબ્રિગેડે બહાર કાઢી હતી અને કબજો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ એ.એમ.દેસાઈએ તપાસ હાથ ધરી હતી. જેમાં, મૃતક પાસેથી લાઇસન્સ મળી આવતાં મરનાર અજાણ્યો યુવાન સંદીપ સુતરિયા હોવાની ઓળખ થઈ ગઈ હતી.

સંદીપ સાથે શું બન્યું હશે? પરિવારજનો મુંઝવણમાં

કાપોદ્રા પોલીસના પીએસઆઈ દેસાઈએ કરેલી પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપના પરિવારજનો પણ મુંઝવણમાં હોય તેવું જણાયું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે સંદીપનો કોઈ સાથે ઝઘડો નથી કે કોઈ અણબનાવ બન્યો નથી અને નદીમાંથી મૃત અવસ્થામાં મળી આવતાં તેની સાથે શું બન્યું હશે તે અંગે મુંઝવણમાં મુકાઈ ગયા છે.પરિવાર સંદીપ આપઘાત કરે તે માનવા તૈયાર નથી.

હજી તપાસ હાથ ધરાઈ છે, ડૂબી જવાથી મોત થયું છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...