ઉંમરપાડાના દેવઘાટને પર્યટન સ્થળ બનાવવા માગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉંમરપાડાના દેવઘાટને પર્યટન સ્થળ બનાવવા માગ
- આદિવાસી સમાજની કુળદેવી પાન્ડુરી માં અને પ્રાચીન પાંડવોની દંતકથા સાથે જોડાયેલું સ્થળ
- કુળદેવી પાન્ડુરી માતાજીના દર્શન અને રમણીય સ્થળ ઉપર ચાર જિલ્લાના લોકો ઉમટી પડે છે


ઉંમરપાડા તાલુકાના ઘાટ જંગલ વિસ્તારમાં આવેલા અતિરમણીય અને કુદરતી સૌદર્યથી ભરપુર ધાર્મિ‌ક સ્થળ દેવઘાટને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પ્રબળ માંગ ઉઠી છે.

ઉંમરપાડા તાલુકા મથકથી ધાણાવડ દિવતરણ ગામ થઈ ૧૬ કિમીના અંતરે વનવિભાગ વડપાડા ફોરેસ્ટ રેંજમાં ઘાટ જંગલોની વચ્ચે આ ધાર્મિ‌ક સ્થળ આવેલું છે. સુરત ભરૂચ નર્મદા તાપી જિલ્લા સહિ‌તના ચાર જિલ્લાના લોકો તેમજ નજીકના મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક વિસ્તારના લોકો માટે આ ધાર્મિ‌ક સ્થળ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

ઐતિહાસિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર આ સ્થળ પાંચ પાંડવોની દંતકથા સાથે જોડાયેલું છે. પંરતુ મુખ્ય તો આ સ્થળ આદિવાસી સમાજની કુળદેવી પાંડુરીમાં બિરાજમાન છે. માતાજીના દર્શન માટે નવરાત્રિ- ચૈત્રી નોરતા અને દીપાવલીના તહેવારો દરમિયાન ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટે છે. માતાજીના સ્થાનકની બાજુમાં ગુફામાં રાબદેવી બિરાજમાન છે.

ભક્તોની માન્યતા અનુસાર ભૂતકાળમાં ભુખ્યા લોકોએ ભોજનમાં આ સ્થળેથી રાબ મળતી હતી અને નદીમાં એક ઘાટ આવેલ છે. એના ઉપરથી ઝરમર ઝરણું વહે છે. દેવોએ ભૂતકાળમાં આ ઘાટ ઉપર સ્નાન કરેલ હોવાથી દેવઘાટ તરીકે ઓળખાય છે. આ સ્થળને પર્યટન સ્થળને વિકસાવવાની માગ કરવામાં આવી રહી છે.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....