સહેવાગે સુરતમાં કઈ ઉકાળ્યું નહીં, દિલ્હી-ગુજરાત વચ્ચેની રણજી મેચ ડ્રો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિલ્હી-ગુજરાત વચ્ચેની રણજી મેચ ડ્રો, સેહવાગે નિરાશ કર્યા
- રણજી ટ્રોફી- ફોર્થ ડે : જોકે પહેલી ઇનિંગમાં વધુ સ્કોર હોવાને કારણે ગુજરાતને ૩ પોઇન્ટ મળ્યો, દિલ્હીને માત્ર એક પોઇન્ટ


શહેરના લાલભાઈ સ્ટેડીયમ પર ૪ દિવસથી રમાઈ રહેલી દિલ્હી અને ગુજરાત વચ્ચેની રણજી મેચ ડ્રોમાં પરીણમી હતી. સેકન્ડ ઇનીંગમાં ગુજરાતની ટીમે ૨૩૧ રન અને ૨પ રનની લીડ સાથે ૨પ૬ રન નોંધાવ્યા હતા.જેમાં પાર્થિ‌વ પટેલના પ૬ રન હતા.જયારે મેચના અંતિમ દિવસે દિલ્હીની ટીમ ૩ વિકેટ ગુમાવીને ૧૦૦ રન પર પહોંચતા મેચ ડ્રો ગઈ હતી. જો કે રણજી મેચના નિયમ મુજબ પહેલી મેચમાં ગુજરાતે ૩૨૦ રનનો સર્વોચ્ય સ્કોર કર્યો હોવાથી ૩ પોઇન્ટ મળ્યા હતા જયારે દિલ્હીને એક પોઇન્ટ મળ્યો હતો. આમ સુરતમાં રમાયેલી રણજી મેચમાં ગુજરાતનો હાથ ઉપર રહ્યો હતો.દિલ્હીની ટીમમાં સહેવાગ માત્ર પંદર રન પર આઉટ થયો હતો અને ગંભીરે ૪૪ રન કર્યા હતા.

ડુમસ રોડ પર આવેલા લાલભાઈ સ્ટેડીયમ પર ૭ નવેમ્બરથી ગુજરાત અને દિલ્હીની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી.પહેલી ઇનીંગમાં ગુજરાતના ૩૨૦ રનની સામે દિલ્હીની ટીમે ૨૯પ કર્યા હતા.એટલે ગુજરાતની ટીમને ૨પ રનની લીડ મળી હતી.બીજા દાવમાં ગુજરાતે ૨૩૧ રન કર્યા હતા અને ૨પ રન સાથે ૨પ૬નો સ્કોર થયો હતો.રવિવારે દિલ્હીની ટીમ મેદાનમાં ઉતરી તો પહેલીજ ઓવરમાં ઉનમુકચંદ રન આઉટ થઈ ગયો હતો.એ પછી વિરેન્દ્ર સહેવાગ પર દર્શકોને આશા હતી કે પહેલી ઇનીંગમાં એક રન પર આઉટ થયેલો સહેવાગ રનોનો વરસાદ કરશે, પણ એ.આર. પટેલની બોલીંગમાં પા પાર્થિ‌વના હાથે સ્ટપિંગમાં આઉટ થઈ ગયો હતો. સહેવાગે માત્ર પંદર જ રન બનાવ્યા હતા.એ પછી ગૌતમ ગંભીર ૪૪ રન બનાવી આઉટ થયો હતો. આમ મેચના છેલ્લાં દિવસે દિલ્હીની ટીમ માત્ર ૧૦૦ રન બનાવી શકી હતી.