પડદા પાછળ કોણ? ડાર્ક ફિલ્મ કાચ ગયા તો પડદા લાગ્યા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમટેક્સ, સર્વિ‌સ ટેકસ, એકસાઈઝ હોય કે કસ્ટમ ડિપાર્ટમેન્ટ અધિકારીઓએ સુપ્રીમના આદેશ બાદ કેટલીક કારોમાં પારદર્શક કાચ લગાવવાની શરૂઆત કરી છે, પરંતુ અનેક કારમાં હજી ડાર્ક ગ્લાસ જોવા મળી રહ્યા છે. ઉપરાંત જે કારમાં પારદર્શક ગ્લાસ ફિટ કરાવાયા છે તેમાં સરકારી બાબુઓ પડદા લગાવીને ફરી રહ્યા છે. આખરે નિયમ તો બંને રીતે તૂટી રહ્યો છે પરદામાં પણ અને ડાર્ક ફિલ્મમાં પણ.
કરચોરો પર તુટી પડીને અનેક કાયદાઓનો ડર બતાવીને કરોડો રુપિયાના ડિસ્કલોઝર કરાવતા અધિકારીઓ પણ ડાર્ક ગ્લાસ નહીં લગાવવાના નિયમને જાણે ગંભીરતાથી લઈ રહ્યા નથી. અલબત્ત ઉચ્ચ અધિકારીઓ હવે ડાર્ક ફિલ્મ દુર કરવા બાબતે કટિબધ્ધ દેખાઈ રહ્યા છે. પરંતુ આવા કેસમાં પણ વાત ફરી-ફરીને કાયદાના ભંગ તરફ જ આવી રહી છે. જે અધિકારીઓ ડાર્ક ગ્લાસ કાઢી રહ્યા છે તેઓ બીજા દિવસે તેમાં પડદા લગાવીને ફરે છે.
કાયદામાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ન તો ડાર્ક ગ્લાસ હોવા જોઇએ ન તો પડદા હોવા જોઇએ. દરમિયાન કેટલીક કાર તો હજી એવી છે જેમાં ડાર્ક ગ્લાસ જોવા મળી રહ્યાં છે. આ સંદર્ભે અધિકારીઓએ 'ડીબી ગોલ્ડ’ સાથેની વાતચીતમાં તો એમ જ કહ્યું છે કે થોડા દિવસોમાં કાચમાંથી પડદા પણ દુર કરી દેવાશે. જોઈએ કેટલા પડદા દુર થાય છે.
રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ્યાં પડદાનો ઉપયોગ કરીને નિયમ ભંગ કરી રહ્યાં છે તેવા કેસમાં પણ પોલીસના હાથ બંધાયેલાં લાગી રહ્યાં છે.
સીધી વાત: અજય સકસેના, કમિશનર, એકસાઈઝ-સર્વિ‌સ ટેકસ
- પડદા દૂર કરી દેવાશે
ડિપાર્ટમેન્ટની કેટલીક કારમાં પડદા લાગ્યા છે?
અમે આદેશ તો આપી દીધાં છે ડાર્ક ગ્લાસ દુર કરવા બાબતે.
પડદા લગાડેલા છે તેનું શું ?
એ બાબતે પણ જોવડાવી લઉં છું.
થોડા દિવસોમાં નિકળી જશે?
હા, ચોક્કસ અમે ડાર્ક ગ્લાસ તો દુર કર્યા જ છે.
સીધી વાત: દેવેશ ગુપ્તા, આસિ. કમિશનર, કસ્ટમ
- જરૂર બદલી દેવાશે
કસ્ટમની ગાડીઓમાં કાયદા મુજબના કાચ છે?
હું ચેક કરાવી લઉં છું, કે કેવા કાચ છે.
અનેક ગાડીઓમાં બ્લેક ફિલ્મ છે?
એમ હશે તો દુર કરી દેવાશે.
જાતે જ દુર કરવા પડશે, પોલીસ તો આવશે નહીં?
હું જોવડાવી લઉં છું, ખોટું હશે તો દુર કરાશે.
સીધી વાત: ટી.પાટીદાર, ડીઆઈ, ઇન્કમટેકસ, સુરત
- ચેક કરાવી લઇશું
આઈટીમાં બ્લેક ફિલ્મના નિયમ પળાય છે?
હા, બિલકુલ.
અગાઉના ડીઆઈ જે કારનો ઉપયોગ કરતાં હતા તેમાં તો પડદા છે?
એ કાર હવે હું ઉપયોગમાં નથી લેતો.
જે કારમાં પડદા છે કે બ્લેક ફિલ્મ છે તેનું શું?
અમે ચેક કરાવી લઇશું છતાં તે બધું સીસીની અન્ડરમાં આવે છે.