સુરત: ડાન્સ-મ્યુઝિકથી સ્ટુડન્ટ્સે ફ્રિડમ ફાઇટરને કહ્યું 'થેન્ક યુ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - સુરત મહાનગરપાલિકા દ્વારા ઈન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરાયો હતો )

ડાન્સ-મ્યુઝિકથી સ્ટુડન્ટ્સે ફ્રિડમ ફાઇટરને કહ્યું 'થેન્ક યુ’
સ્કૂલ-કોલેજીસમાં ૧પમી ઓગસ્ટનું સ્પેશિયલ સેલિબ્રેશન થયું


સુરત: ૧પમી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે એક એવી મહત્વની ઘટના બની જેથી ભારત આગળ 'આઝાદ ભારત’ શબ્દ જોડાયો. આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓના બલિદાનથી આજે ભારતને સ્વતંત્ર ભારત તરીકે ઓળખવામાં આવે છે. ૧પમી ઓગસ્ટને સેલિબ્રેટ કરવા અને આઝાદીની ચળવળમાં મહત્ત્વની ભુમિકા ભજવનાર એવા ક્રાંતિકારીઓને યાદ કરવા માટે સિટીની એજ્યુકેશનલ ઇિન્સ્ટટયૂટમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જુદી જુદી રીતે મસ્તીથી ૧પમી ઓગસ્ટનું સ્ટુડન્ટ્સે સેલિબ્રેશન કર્યુ હતું

વાલ્મીકિ વિદ્યાલય
નાચિકેત નિર્માણ ટ્રસ્ટ સંચાલિત વાલ્મીકિ વિદ્યાલયમાં ૬૮મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.
જેમાં ધોરણ ૧૨ સાયન્સના સ્ટુડન્ટ્સે પરેડ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ભાગ્યોદય-સર્વોદય વિદ્યાલય
ગ્રામ સેવા સમાજ ર્ચોયાસી દ્વારા સંચાલિત ભાગ્યોદય તેમજ સર્વોદય વિદ્યાલય અને લાયન્સ ક્લબ ઓફ સુરત સિટીએ ગીત-સંગીતથી ૧પમી ઓગસ્ટનું સેલિબ્રેશન કર્યુ હતું
ધ પોલ સ્ટાર પ્રિ-સ્કૂલ
ધ પોલ સ્ટાર પ્રિ સ્કૂલે લેકવ્યુ ગાર્ડનમાં પ્લાન્ટેશન કરી ૬૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી.
એન.સી. ઠાકર
એન.સી. ઠાકર એજ્યુકેશન દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરક સ્ટુડન્ટ્સ અને શિક્ષકોએ ભાગ લીધો હતો અને પરેડ યોજવામાં આવી હતી
વીર નર્મદ યુનિવર્સિ‌ટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીના ગુજરાતી વિભાગ દ્વારા ૬૮મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત દેશભક્તિ ગીત કોમ્પિટિશન યોજવામાં આવી હતી. ૧પમી ઓગસ્ટ સેલિબ્રેશન અંતર્ગત રાખવામાં આવેલી કોમ્પિટિશનમાં કુલ ૧પ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી ત્રણ ટીમ વિજેતા બની હતી.
ગજેરા સ્કૂલ
ગજેરા વિદ્યાભવનમાં દેશભક્તિ ગીત અને સામાજિક પ્રવૃત્તિ સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. જ્યારે ગજેરા ગ્લોબલ સ્કૂલ તથા અનાથ આશ્રમ 'વાત્સલ્યધામ’ના બાળકોએ ભારતીય સેનાના જવાનો માટે 'થેન્ક્સ કાર્ડ’ બનાવી બ્રિગેડિયર રાજીવ શ્રીવાસ્તવને આપ્યા હતા.

૧પમી ઓગસ્ટના સેલિબ્રેશનમાં રેલી, કલ્ચરલ ઇવેન્ટ, નાટક, ફેન્સી ડ્રેસ જેવી એક્ટિવિટી યોજાઇ

ઉત્તર ગુજરાત એજ્યુ. ટ્રસ્ટ
ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક કોલેજમાં ધ્વજવંદન કાર્યક્રમ સ્કૂલ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો.જેમાં કલ્ચરલ ઇવેન્ટ પણ યોજાઇ હતી
પી.આર. ખાટીવાલા
પી.આર. ખાટીવાલામાં સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત અને વેશભૂષા કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આ કોમ્પિટિશનમાં વિનર ને અભિનંદન પાઠવ્યા હતા.
અંકુર વિદ્યાવિહાર
અંકુર વિદ્યા વિહારના બાળભવનમાં ધ્વજવંદન કરી ૬૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી. સ્કૂલની વિદ્યાર્થિ‌નીઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અભિયાન અંતર્ગત પ્રભાત રેલીનું આયોજન કરાયું હતું.
જીવનભારતી
જીવનભારતી સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો, પેરન્ટ્સ અને સ્ટુડન્ટ્સ હાજર રહ્યા હતા અને દેશભક્તિ ગીતની રજૂઆત થઈ હતી.
અર્ચના વિદ્યાનિકેતન
અર્ચના વિદ્યાનિકેતનમાં ૬૮મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધર્મવલ્લભદાસ સ્વામી અને હરિકૃષ્ણ સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
વિવેકાનંદ કોલેજ
અભિનવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ કોલેજમાં ૬૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ્સે દ્વારા દેશભક્તિ ગીત અને વક્તવ્ય રજૂ કર્યા હતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રખાયો હતો.
જ્ઞાનગંગા વિદ્યાલય
જ્ઞાનગંગા વિદ્યાલયમાં ૬૮મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગુજરાતી/હિ‌ન્દી/અંગ્રેજીમાં માધ્યમના સ્ટુડન્ટ્સ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે જ રેલીનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું.
ઉધના કોલેજ
ઉધના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉધના કોલેજમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રખાયો હતો. ધ્વજવંદન બાદ સપ્તધારા હેઠળ વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં ક્વિઝ, દેશભક્તિ ગીત અને ચિત્ર-રંગોળી કોમ્પિટિશનનું આયોજન કરાયું હતં.
ન.પ્રા. શાળા ક્રમાં. ૧૮૬
રમણલાલ નાગરજી મહેતા પ્રાથમિક શાળા ક્રમાંક ૧૮૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
હોમિયોપેથિક કોલેજ
સી.ડી. પચ્ચીગર કોલેજ ઓફ હોમિયોપેથિક મેડિસીન એન્ડ હોસ્પિટલ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
રેઈનબો કિડ્સ
રેઈનબો કિડ્સ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધ્વજવંદન કરી કરવામાં આવી હતી. સ્કૂલનાં પ્રવેશદ્વારને રાષ્ટ્રીય થીમ મુજબ ડેકોરેટ કરવામાં આવ્યો હતો.
અર્પણ વિદ્યાસંકુલ
અર્પણ વિદ્યાસંકુલમાં ૬૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. નંદાલય હવેલીના અનિરુદ્ધ બાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.
માધવ સરસ્વતી શિશુમંદિર
માધવ સરસ્વતી વિદ્યાલયમાં ૬૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
રત્નાસાગર જૈન સ્કૂલ
રત્નાસાગર જૈન સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.