આ છોકરો સાઇકલથી સમજાવે છે પેશનની વાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કન્યાકુમારીથી લેહ સુધી સાઇકલની ટુર પર નીકળેલો કશ્યપ સુરત આવ્યો

ભારતનાં ખેલાડીઓને પ્રોત્સાહિ‌ત કરવા માટે સાઇકલ-ટુર પર નીકળેવા બેંગલોરનાં કશ્યપ રાવલ મંગળવારે સુરત આવી પહોંચ્યા હતાં. કન્યાકુમારીથી લદાખ સુધીની એમની આ સાઇકલ-ટુરનો વચ્ચેનો પડાવ સુરત છે. કશ્યપે સિટી ભાસ્કર સાથે પોતાનાં અનુભવ શેર કર્યાં હતાં. પચ્ચીસ વર્ષનાં કશ્યપને સાઇકલિંગ ખૂબ ગમે છે અને એ જ એની પેશન છે અને એટલે જ એ આ સાઇકલ ટુર કરી રહ્યો છે.

જો કે ભારતનાં ખેલાડીઓને પ્રોત્સાહિ‌ત કરવાની સાથે એ પોતાની આ ટુર દરમિયાન રસ્તે જે પણ મળે એને એ પેશનને વળગી રહેવા માટે સમજાવે છે. ૮પ૦૦ કિમીમાંથી એમની ૩પ૦૦ કિમીની જરની પૂરી થઇ છે. રોજ ૧૦૦ કિમી ડ્રાઇવ કરતા કશ્યપે પોતાની આ ટુર માટે સાઇકલ મિકેનિક્સ પણ શીખ્યો છે. હવે એપ્રિલમાં મનાલીનાં રસ્તા ખૂલી જશે ત્યારે એ મનાલી થઇને લેહ જશે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...