સોફ્ટવેર હેકર્સથી કઈ રીતે અને ક્યા પ્રકારે ચેતવું આ રહ્યા સરળ ઉપાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાયબર એલર્ટ: હેકરો કઈ રીતે તમારો સ્માર્ટ ફોન, ઈમેઈલ, ફેસબુક, વેબ સાઈટ અને ઈવન તમારુ ડેસ્ક ટોપ કઈ રીતે હેક કરી લે છે તેની સમજ આપતો સેમિનાર યોજાયો
- સાયબર ક્રાઈમની જાણકારી માટે સાયન્સ સિટી સેન્ટરમાં માહિ‌તી આપવામાં આવી


ટેક્નોલોજી વધી છે પરંતુ તેની સાથે તેની ગંભીરતાઓ પણ સામે આવી રહી છે. હાલ જે રીતે સામાન્ય જનજીવનમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેની સાથોસાથ સાયબર ક્રાઈમનાં બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સાયબર ક્રાઈમ એટલે શું? સાયબર ક્રાઈમ કેવી રીતે થાય? અને તેનાથી કઈ રીતે બચી શકાય તેવા વિષય પર રવિવારે સાયન્સ સેન્ટરમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનું આયોજન કરનારા નિરવ સેન્જલીયાએ આ સેમિનાર સામાન્ય પ્રજાનાં અવેરનેસ માટે યોજ્યો હોવાનું જણાવ્યું હતું.

સાયબર ક્રાઈમ અને પ્રિવેન્સન અવેરનેશ પર યોજાયેલો આ સેમિનાર સવારે ૧૦:૩૦ વાગ્યે સાયન્સ સેન્ટર ખાતે શરૂ થયો હતો. આ સેમિનારમાં સુરત પોલીસના સાયબર સેલ વિભાગનાં અધિકારીઓ ઉપરાંત અંદાજે ૩૦૦ જેટલા સુરતીઓએ હાજરી આપી હતી. સેમિનારમાં વિયોમ ઈ લર્નિ‌ગનાં જય કાંગાણી અને કેવીન અનઘણે હેકરો કઈ રીતે તમારો સ્માર્ટ ફોન, ઈમેઈલ, ફેસબુક, વેબ સાઈટ અને ઈવન તમારુ ડેસ્ક ટોપ કઈ રીતે હેક કરી લે છે તે વિશે ડેમો દ્વારા માહિ‌તી આપવામાં આવી હતી.

- કઈ રીતે થાય અને ક્યા પ્રકારે થાય છે હેકિંગ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...