‘નશા’નો ‘નાશ’ થતો જોવા ઉમટી પડી ભીડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી પોલીસે સરભોણ ગામે રગડ ખાડીના કિનારે દારૂના જથ્થાનો નાશ કર્યો કાર્યવાહી સમયે પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ વડાની હાજરીપણ રહી બારડોલી પોલીસે એક વર્ષમાં અલગ અલગ સ્થળેથી ૨૯૦ ગુનામાં પકડેલા વિદેશી દારૂનો જથ્થાનો નાશ કર્યો હતો. બુધવારે પ્રાંત અધિકારી તેમજ નાયબ પોલીસવડા અને પીઆઈની હાજરી વચ્ચે સરભોણ રગડખાડીના કિનારે ૧૭.૮૪ લાખના દારૂનો નાશ કર્યો હતો. આ ઘટનાસ્થળ બારડોલી -નવસારી રોડની બાજુમાં જ હોવાથી ત્યાં જોનારાઓની ભીડ જામી ગઈ હતી. આ અંગે ઘટનાસ્થળેથી પ્રાપ્તથયેલી વિગતો અનુસાર બારડોલી તાલુકાના સરભોણ ગામની સીમમાં રગડ ખાડીના પુલની બાજુમાં પ્રાંત અધિકારી બી. આર. પટેલ, નાયબ પોલીસવડા સી. એચ. બરંડા, પીઆઈ એસ. સી. તરડે, ડિસ્ટાફ જમાદાર દિલીપભાઈ અને અન્ય સ્ટાફ બંદોબસ્ત વચ્ચે બારડોલી પોલીસે વર્ષ ૨૦૧૧થી એપ્રિલ ૨૦૧૨ સુધીમાં અલગ અલગ સ્તળેથી ૨૯૦ ગુનામાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો ૨૨૧૦૩ બોટલનો નાશ કર્યો હતો. રગડખાડીના કિનારે નર્જિન રસ્તા પર વિદેશી દારૂની બોટલની પથારી કરી તેના પર રોલ ફેરવી દેવામાં આવ્યું હતું. અંદાજિત ૧૭,૮૪,૬૮૫ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સ્થળ મુખ્ય રસ્તાની બાજુમા જ હોવાથી લોકોની ભીડ પણ જામી ગઈ હતી. ...ને જામી ગઈ ભીડ સરભોણ રગડખાડીના કિનારે પોલીસ મથકનો ૧૭ લાખનો દારૂનો નાશ કરવા અધિકારી તેમજ પોલીસ બંદોબસ્તનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. બારડોલી નવસારી રાજ્ય ધોરી માર્ગ પરથી પસાર થતાં લોકોને કોઈ અજુગતી ઘટના બની હોવાના અંદેશા સાથે ગાડીઓ થોભાવી એક વખત ખરાઈ કરવાનું ચૂક્યા ન હતાં. જેના કારણે રોડ પર ટ્રાફિકનું ભારણ ન થાય તે માટે પોલીસ જવાનોને ઊભા રાખવાની ફરજ પડી હતી. આ સાથે ૨૨ હજાર નંગ દારૂની બોટલનો જથ્થો જોતા કુતુહલ પણ વાહનોમાં થયું હોવાથી એક વખત બ્રેક લાગી જતી હતી. દોઢ બે કલાક સુધી ભીડભર્યો મહોલ જામ્યો હતો.