ક્રેઇન લાવ્યા પછી ભૂલાઇ ગઈ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાં ટ્રાફિક હળવો કરવા ક્રેઈન ફાળવવામાં આવી પાલિકા અને પોલીસ બંને સંકલનનો અત્યાર સુધી અભાવના કારણે સમસ્યા જટીલ બની હતી ક્રેઈન આવી હોવા છતાં નગરમાં અડચણરૂપ વાહનને ઉંચકવાની જગ્યાએ માંગ શોભાના ગાંઠિયા બની બારડોલી નગરમાં ટ્રાફિકના ન્યૂસન્સ દૂર કરવામાં અત્યાર સુધી પાલિકા તંત્ર અને પોલીસ બંને નિષ્ફળ રહ્યાં છે. ટ્રાફિકના પ્રશ્ને મોટી મોટી વાતો માત્ર કરવામાં આવી છે હજી કોઇ નિર્ણય આવ્યો નથી. તાજેતરમાં છેલ્લા ત્રણેક દિવસથી નગરમાં આડેધડ વાહન પાકિગ કરતાં લોકોને દંડ કરવા માટે ક્રેઈન લાવવામાં આવી છે, પરંતુ પોલીસ અધિકારી નગરમાં વાહનચાલકોને ડામવા માટે ક્રેઈનને કામ કરતી કરવાનું મુહૂર્ત ક્યારે કાઢશે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે. બારડોલી નગરના માજી વર્તમાન શાસકો નગરમાં ટ્રાફિકના ન્યૂસન્સને દૂર કરવા ઘણાં આયોજનો માત્ર ચર્ચામાં જ થયાં છે, પરંતુ આજસુધી નગરમાં આડેધડ વાહન પાકિગનમી સમસ્યા દૂર થઈ શકી નથી. નગરના માર્ગ પર અડચણરૂપ વાહનો પાકિગ થતાં હોવા છતાં પોલીસ તંત્રની ભૂમિકા પણ નિષ્ક્રિ‌ય રહી છે. પાલિકા અને પોલીસના જવાબદારોમાં સંકલનનો સ્પષ્ટ અભાવ પરિણામે નગરનો ટ્રાફિક પ્રશ્ન જટીલ બનતો રહ્યો છે. તાજેતરમાં બારડોલી પોલીસે નગરમાં આડેધડ વાહન પાકિગ કરનારને અટકાવવા અને કાયમી માર્ગો પર વાહનો જાતિ નિયમ મુજબ પાકિગ થાય તે માટે એક ક્રેઈન લાવવામાં આવી છે, પરંતુ નગરમાં આડેધડ વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવા મુદ્દે ક્રેઇનને કામગીરી કરતી કરવાની જગ્યાએ પોલીસ મથકના ગેટ નજીક પાકિગ કરી દેવાઇ છે. આ ક્રેઇન પોલીસ મથક માટે માત્ર શોભા સમાન બનાવી હોવાનું જાણવા મળ્યું છે. હજુ ક્રેઈનને નગરમાં ફેરવવા માટે જાણે મુહૂર્તની વાટ જોવાઈ રહી છે. આજે ક્રેઈનની સુવિધા પોલીસ પાસે હોવા છતાં કામગીરી કરાવવામાં નિષ્ક્રિ‌યતા દાખવી રહી છે. અવઢવની સ્થિતિ નવી આવેલી ક્રેઇન બાબતે પોલીસનો ટ્રાફિક વિભાગ નગર અને હાઈવે પર એક વખત ક્રેઈન ફેરવી હોવાનું જણાવે છે, પરંતુ ક્રેઈનથી એક પણ વાહન ઊંચકવામાં આવ્યું ન હોવાનું અને સ્થળ પર દંડ કરાયો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પોલીસે ક્રેઈન ફેરવી ન હોવા અંગેની પણ ચર્ચા થઇ રહી છે. પોલીસ સમયસર નગરમાં ક્રઇન થકી આડેધડ વાહન પાર્ક કરેલ અને ઉંચકી દંડની કાર્યવાહી સતત ચાલુ રાખે તો ટ્રાફિકનો પેચીદો પ્રશ્ન હલ થઈ શકે અને ટુવ્હીલર વાહનો પણ પીળા પટ્ટામાં નીતિ નિયમ મુજબ પાર્ક કરતા થઈ જવાની આશા નગરજનો વ્યક્ત કરી રહ્યાં છે. ક્રેઇન બાબતે અજાણ છું નગરમાં ક્રેઈન ફેરવવા અંગે અજાણ છું આ કામગીરી ટ્રાફિકને સોંપવામાં આવી છે. જે નગરમાં ક્રેઈનને ફેરવી અડચણરૂપ વાહનોને ઉંચકી દંડની કાર્યવાહી કરવામાં લાવવામાં આવી છે. ડી. એમ. પટેલ, પીએસઆઈ, બારડોલી