કોસંબા મકન્ટા. બેંકની ચૂંટણી યથાવત રાખવા કોર્ટનો હુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચૂંટણીની તૈયારી- બેંકમાંથી ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ
- માહિ‌તી છુપાવી ફરિયાદ કરી હોવાની કોર્ટ ગંભીર નોંધી લીધી


કોસંબા ખાતે આવેલી મર્કન્ટાઈલ કોઓપરેટી બેંકની બીજીવાર જાહેર થયેલી ચૂંટણી પ્રક્રિયા ઉપર બેંકના સભાસદોની દાદ ઉપર બોર્ડ ઓફ નોમીનોઝ કોર્ટ ચૂંટણી પ્રક્રિયા જેતે સ્થિતિમાં યથાવત રાખવાના હુકમ ઉપર ૩ તારીખના યોજાયેલ સુનાવણીમાં કોર્ટે ફરિયાદીઓ કોર્ટમાં દાદ માંગતી વેળો કેટલીય માહિ‌તી છૂપાવી હોવાની માહિ‌તી તેમજ હાઇકોર્ટ દ્વારા થયેલા હુકમનો અનાદાર થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય ચૂંટણી પ્રક્રિયા અટકાવવાની ફરિયાદ વાદીએ કરેલી માંગણીને રદ્દ કરતો હુકમ ખોટો ઠેરવી ચૂંટણી પ્રક્રિયા યથાવત ચાલુ રાખવાની છૂટ આપતાં બેંકમાંથી ફોર્મ વિતરણની ચૂંટણી પ્રક્રિયા શરૂ થવા પામી છે.

કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી ૨૭મી ઓક્ટોબના રોજ યોજવાનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતના અંતર્ગત પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી સામે સભાસદ રીઝવાને મેમણ જિલ્લા રજિસ્ટ્રારમાં મતદાર યાદી કેવાયસી એટલે કે ક્નો યોર કસ્ટમના નિયમોના આધારે જાહેર ન થઈ હોવાની ફરિયાદ કરી ચૂંટણી સ્થગીત કરવાની માંગણી કરતાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નીમાયેલા મધ્યસ્થી દ્વારા ચૂંટણી પ્રક્રિયા સ્થગિત રાખવાના હુકમને તેમજ મધ્યસ્થીની નિણૂકનો ખોટી ઠેરવી ચૂંટણી પ્રક્રિયામાં કેવાયસીની કોઈ જરૂરીયાત ન હોવાનું જણાવેલ જેથી બેંકે ફરીવારની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં કરી ૨૩મીનવેમ્બરના ચૂંટણી યોજવાનું નક્કી કરતા પરંતુ સભાસદ રીઝવાન મેમણ દ્વારા ફરીવાર ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે બોર્ડ ઓફ નોમીનોઝમાં કેવાયસીના મુદ્દે ફરિયાદ કરતાં બોર્ડ ઓફ નોમીનોઝ કોર્ટ ચૂંટણી પ્રક્રિયા ૭ તારીખ સુધી યથાવત રાખી ૭ તારીખે બંને પક્ષે પોતાનો પક્ષ રજૂઆત કરવા બોલાવ્યા હતાં.

જેથી બેંકની ચૂંટણી ફરિવાર ઘોંચમાં પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી બેંક નિમેલા વકીલ દ્વાર દિવાળી પહેલા બોર્ડ ઓફ નોમીનીમાં રજૂઆત કરી સૂચનાવણી પ્રક્રિયા વહેલી આટોપી લેવા રજૂ્આત કરતાં બંને પક્ષના વકીલો ૩ નવેમ્બરના કોર્ટ સમક્ષ રજૂ થયા હતાં. જેમાં ફરીયાદી એટલે વાદી રિઝવાન મેમણના વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં મતદાર યાદી કેવાયસી અંતર્ગત ન બની હોવાની અને કેટલાક સભાસદ છે. આવા મતદારો થતી ચૂંટણી પારદર્શક ન હોય ખોટી રીતે થાય અને તેના દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરો કામગીરી શરૂ કરે તે પહેલા ગેરકાયદે અકાવાની જરૂરી થઈ છે.બોર્ડ ઓફ નોમીનોઝ દ્વારા સ્ટે ઉઠાવી લેવાતા બેંકમાંથી આજરોજ ફોર્મ વિતરણની કામગીરી ચૂંટણી પ્રક્રિયાના આરંભ કર્યો છે.

બેંકના ૨૨ હજાર સભાસદોની જીત

બેંકના ડિફોલ્ડર સભાસદ રિઝાવન મેમણ બેંક સાથે બદલો લેવા અને રાજનૈતિક રીતે દબાણ લાવી બેંકની ચૂંટણી પ્રક્રિયા ખોરંભે ચઢાવી ૨૨ હજાર સભાસદોને ચૂંટણીથી વંચિત રાખવાના કારસાને બે હાઈકોર્ટ અને બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ ખુલ્લો કરી ચૂંટણી યોજવાનો નિર્ણય આપ્યો છે. આ ૨૨ હજાર સભાસદોની ચૂંટણીમાં મતદાન કરવાના હકની જીત છે. ડો. નટવરસિંહ, આડમાર