પી.આઈ અને પીએસઆઈનો સુરત રેલવે કોર્ટે ઉધડો લીધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ આરપીએફના અધિકારીઓને ફટકાર

આજથી ૧૩ વર્ષ પહેલાં ફાટકને નુકશાન પહોંચાડનાર ટ્રક ડ્રાઇવરની ટ્રક જપ્ત કરવા બાબતે કોર્ટને ગેરમાર્ગે દોરનાર વલસાડના આરપીએફ પીઆઈ અને પીએસઆઈને સુરતની રેલવે કોર્ટે ઉધડો લીધો હતો અને તેમને શો કોઝ નોટીસ પાઠવવવામાં આવી હતી.

બનાવની વિગત એવી છે કે,૨૦૦૧માં વલસાડની રેલવે ફાટક ગેટ નંબર ૮૮ પાસે ટ્રક ડ્રાઇવર સુરેશરામ વ્રજરામે ફાટકને નુકશાન પહોંચાડયું હતું. રેલવેના નિયમ મુજબ રેલવેની સંપતિને નુકશાન કરનારનું વાહન જપ્ત કરવાનું હોય છે. પણ તે વખતે ફરજ બજાવતા આરપીએફના પીઆઈ અજય યાદવ અને પીએસઆઈ ઇનાયત શેખે આ ટ્રક ડ્રાઇવર પાસેથી નુકસાન પેટે રૂપિયા ૧૦,૦૦૦ની વસુલાત કરીને ડ્રાઇવરને ટ્રક પરત આપી દીધી હતી. પણ કોર્ટમાં એવું બતાવ્યું હતું કે ટ્રકનો કબ્જો રેલવે પાસે છે.આરોપીને પણ સમજાવી દેવાયો હતો કે ટ્રકનો કબ્જો મેળવવા ખાલી અરજી કરી દેવી.

કોર્ટે જયારે આરોપીની ઉલટ તપાસ કરી તો આરોપીએ કબુલી લીધુ કે ટ્રકનો કબ્જો તો જે તે વખતે જ મળી ગયો હતો.કોર્ટ સ્ટેશન ડાયર મંગવાની તપાસ કરીતો એમાં પણ ટ્રક જપ્તીની કોઈ નોંધ કરવામાં આવી નહતી.કોર્ટે આરપીએએફના બનેં અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમની સામે પગલાં કેમ ન લેવા? તે બાબતે શો કોઝ નોટીસ આપવામાં આવી હતી.