પિતાની અંતિમક્રીયામાં જતાં પુત્ર- વહુનાં ટ્રકની અડફેટે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

પિતાની અંતિમક્રીયામાં જતાં પુત્ર- વહુનાં ટ્રકની અડફેટે મોત
બે બાળકો, આગળ બેઠેલા રમેશભાઈ, તેની પુત્રી-પત્ની સહિત 5 બચી ગયા
સચિન-પલસાણા રોડ પર ઊભેલી કારને ટ્રકે અડફેટે લીધી

સુરત: વતન પિતાનું મૃત્યુ થયાના સમાચાર મળતાં રવિવારે અંતિમક્રીયા માટે જતાં વેસુના મહારાષ્ટ્રીયન કાલગુડે પરિવારના બે ભાઈ પરિવાર સાથે કારમાં વતન જવા નીકળ્યા હતા. સચિન-પલસાણા રોડ પર જ કારચાલક મોટાભાઈ કાર પાર્ક કરીને ડીઝલ લઈ આવી ડીકીમાં મૂકતા હતા ત્યારે પાછળથી પુરઝડપે ધસી આવેલી ટ્રકે ટક્કર મારી દેતાં દંપતીનું સ્થળ પર જ મોત થયું હતું. તેમનાં બે બાળકો તથા નાના ભાઈની પત્ની, પુત્રી મળી પાંચ સભ્યોનો આબાદ ઉગારો થયો હતો.

મૂળ મહારાષ્ટ્રના રાયગઢના વતની બાજીરાવ સખારામ કાલગુડે (40) વેસુગામના સુડા આવાસમાં પરિવાર સાથે રહે છે અને એક દવાની કંપનીમાં નોકરી કરે છે. તેમના પિતા સખારામનું વતનમાં અવસાન થયાના સમાચાર મળતાં બાજીરાવ (40), નાના ભાઈ રમેશભાઈ, બાજીરાવની પત્ની શ્રદ્ધા (38) તથા બે બાળકો 14 વર્ષીય ધીરજ અને 12 વર્ષીય પુત્ર ઋષભ, રમેશભાઈની પત્ની સરિતા, રમેશભાઈની 18 વર્ષીય પુત્રી મનાલી મળી સાત જણાં સાથે રવિવારે રાત્રે જ ઈન્ડિગો કાર નંબર-જીજે-5-સીએલ-9930માં અંતિમક્રિયા માટે વતન જઈ રહ્યા હતા.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...